Book Title: Nyayalok Author(s): Yashovijay Gani Publisher: Divyadarshan Trust View full book textPage 6
________________ [ પ્રકાશકીય ઘડતય | પરમપૂજય ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ સંહિતચિંતક ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી પ્રારંભાયેલ તથા તેઓશ્રીના જ દિવ્ય આશિષથી હાલ પણ શાસ્ત્રીય પ્રકાશનો કરી રહેલ અમારી સંસ્થા દ્વારા આજે પરમ ઉપકારી પૂજ્યપાદ આરાધ્ય ગુરુદેવશ્રીના ભાનવિજયજી એવા મુનિપણાના નામથી ગર્ભિત એવી ભાનુમતી (સંસ્કૃત ટીકા) તથા પ્રીતિદાયિની (ગુજરાતી વ્યાખ્યા) થી સુશોભિત પ્રસ્તુત ન્યાયાલોક પુસ્તક પુષ્પનું વિજ્ઞ વાચકવર્ગ સમક્ષ પ્રકાશન થતાં અમે અપૂર્વ આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ. તેમ જ આંશિક &ાગમુક્તિનો અનુભવ કરી રહ્યા છીએ. | મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજય મહારાજાએ રચેલ મૂળ ગ્રંથ (ન્યાયાલોક) અનેક ઉપયોગી વાદસ્થલોથી અલંકૃત હોવા છતાં ચિરકાળથી અધ્યયન - અધ્યાપનના ક્ષેત્રથી લગભગ વિખુટો પડી ગયો હોવાનું એક કારણ છે નવ્ય ન્યાયની ગૂઢ - પારિભાષિક પદાવલીનો શ્રીમદ્જીએ કરેલો પ્રત્યેક પંક્તિમાં ભરપૂર ઉપયોગ. આથી જ અમૂલ્યનિધાનતુલ્ય પ્રસ્તુત પ્રકરણના અવલોકનાદિમાં ન્યાયાદિ દર્શનના પ્રારંભિક અભ્યાસુ કંઈક ખચકાટનો અનુભવ કરતા હતાં. પાઠકવર્ગના આ ખચકાટને દૂર કરવા તેમ જ પ્રસ્તુત ગ્રંથરત્નને વ્યાપક રીતે અધ્યયન - અધ્યાપનના ક્ષેત્રમાં લાવવા માટે પ્રસ્તુત મૂળ ગ્રંથની એવી વ્યાખ્યાની ખૂબ આવશ્યકતા હતી કે જેમાં મૂલકારશ્રીના આશયને બાધ ન આવે તથા વાચકવર્ગની બુદ્ધિમાં સરળતાથી જચી જાય તે રીતે નબન્યાયના પારિભાષિક પદોની દ્રષ્ટાંત સાથે છાણાવટ કરવામાં આવી હોય અને એ વ્યાખ્યાના માધ્યમથી પરિકર્મિત થયેલ બુદ્ધિ દ્વારા શ્રીમદ્જીના અન્ય ગ્રંથોને વાચક વર્ગ સ્વયં વાંચી શકવા સમર્થ બને. આ આવશ્યકતાની પરિપૂર્તિ માટે વિદ્વાન મુનિશ્રી યશોવિજયજી મહારાજે ભાનુમતી નામની સંસ્કૃત ટીકા તેમ જ પ્રીતિદાયિની નામની ગુજરાતી વિશદ વ્યાખ્યા બનાવવાનો પ્રશંસનીય પ્રયત્ન કરેલ છે. તેમના પ્રયત્નની આવશ્યકતા, આવકાર્યતા, અનુમોદનીયતાનો ખ્યાલ અભ્યાસુ વાચકવૃંદને બન્ને વ્યાખ્યાઓના અવલોકનથી અનિવાર્ય રીતે મળી જશે. આવા ઉપયોગી મહત્ત્વપૂર્ણ કઠિન દાર્શનિક ગ્રંથની સંસ્કૃત અને ગુજરાતી વ્યાખ્યા પ્રસ્તુત કરવા બદલ તેમ જ તેના પ્રકાશનનો અમૂલ્ય લાભ અમારી સંસ્થાને આપવા બદલ મુનિશ્રીનો અમે આભાર માનીએ છે એ. તેમ જ આશા રાખીએ છીએ કે તેઓ આ રીતે કઠિન ગ્રંથોની વ્યાખ્યા - વિવેચન કરવા દ્વારા મહોપાધ્યાયજી મહારાજના સાહિત્યને સમૃદ્ધ અને સ્પષ્ટ કરી પ્રાથમિક દાર્શનિક અભ્યાસુ વાચકવર્ગના પઠનયોગ્ય બનાવે તથા તે શાસ્ત્રીય ગ્રંથોના પ્રકાશનનો લાભ અમારી સંસ્થાને આપવા ઉદારતા દાખવે. શ્રી હરિભદ્રસૂરિજીકૃત ષોડશકગ્રંથની મહોપાધ્યાય યશોવિજયગણિવરથી રચિત યોગદીપિકા ટીકા ઉપર મુનિશ્રી યશોવિજયજી રચિત કલ્યાણકંદલી (સંસ્કૃત) ટીકા અને રતિદાયિની (ગુજરાતી) વ્યાખ્યા સહિત ષોડશક ગ્રંથનું પ્રકાશન ટુંક સમયમાં કરવા અમારી ધારણા છે. પ્રસ્તુત મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમ જ તેની બન્ને વ્યાખ્યાઓના મુદ્રણ આદિ કાર્યમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે વ્યાખ્યાકાર મુનિશ્રીએ પ્રક્રિડિંગ વગેરેમાં પૂરતો પ્રયાસ કરેલ છે. છતાં મુદ્રણાદિમાં છદ્મસ્થતામૂલક કોઈ ત્રુટિ દ્રષ્ટિગોચર થાય તો તેનું પરિમાર્જન કરવા અધ્યેતાવર્ગને અમારી પ્રેમપૂર્ણ પ્રાર્થના છે. ગ્રંથના કમ્પોઝ, મુદ્રણ આદિ કાર્યને સર્વાગ સુંદર બનાવવા પાર્શ્વ કોમ્યુટર્સવાળા અજયભાઈ, વિમલભાઈ તથા સંજયભાઈએ નિષ્ઠાથી પરિશ્રમ કરેલ છે. તે બદલ તેઓ પાગ અવશ્ય ધન્યવાદને પાત્ર છે. પ્રાન્ત, અધિકારી જિજ્ઞાસુ મુમુક્ષુ વાચકવૃંદ આ ગ્રંથરત્નનું સમ્યક્ અધ્યયન કરીને કદાગ્રહવિષમુક્ત બની મુક્તિપંથે પ્રગતિપૂર્વક પ્રયાણ કરે એજ એક મંગલકામના. લિ. દિવ્યદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટી કુમારપાળ વિ.શાહ ભરતભાઈ સિ.શાહ મયંકભાઈ વગેરે. સ્વ. ૦૨છાઘિપતિ પૂજયપાદ આચાર્ય ભગવંત વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ની મં 1ળ આશીર્વાદથી. તેમજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિજય દેવસૂરીશ્વરજી મ.સા. તેમજ પૂ. આચાર્ય ભગવંત વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી - -: સંપૂર્ણ સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી શ્રી વિજયામૃતસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, દોલતનગર, બોરિવલી (ઇસ્ટ) મુંબઈ - ૪૦૦૦૬ ૬.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 366