Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સુવિશાળ ગચ્છનિર્માતા સ્વ. આ. દેવ શ્રીમદ્વિજય : પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર તથા આ વિવેચન-પ્રકાશનના યશના અધિકારી... સર્વાગીણ સાધનાનો તેજપુંજ.. સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા..... જુદા જુદા વિદ્વાનોની કલમે... જ જીવનભર પ્રચંડ સાધનાનો મહાયજ્ઞ માંડીને લખલૂટ ગુણસમૃદ્ધિના સ્વામી બનેલા એક મહાન્ ગુણશ્રીમંત એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રી પાસે ગુણનું પાકીટ નહોતું, પાઉચ નહોતું, પેટી નહોતી, પટારો નહોતો... પણ મોટો ભંડાર હતો. જીવનના ૮૨ વર્ષ તેઓશ્રીએ મુક્તિ ભણી દોટ જ લગાવી છે. અથાગપણે દો જ ગયા છે અને કલ્પનાતીત વિરાટ અંતર આ નાનકડી જિંદગીમાં કાપી નાખ્યું હશે. * પ્રાર્થનાના નાનકડા લાગતાયોગથી લઈને સંઘકૌશલ્યના વિરાટ ફલક સુધી વિસ્તરેલું વિરાટ વ્યક્તિત્વ એટલે પૂજ્યપાદ શ્રી...... જ પૂજ્યપાદશ્રીના જીવનની એકએક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી, તેઓશ્રીના જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાધોધ હતો, તેઓશ્રીનું જીવન સાધક આત્માઓ માટે એક ઉત્કૃષ્ટ આલંબન હતું. તેથી તેઓશ્રી માત્ર સ્મૃતિનો વિષય નહિ પણ આલંબન અને પ્રેરણાનો વિષય હતા. તેઓશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નથી પણ પ્રેરક છે. પંચમ કાળનો અને છઠ્ઠા સંઘયણનો એક માનવી સાધનાના પંથ ઉપર કેવી હરણફાળ ભરી શકે છે, કેવું પ્રચંડ સત્ત્વ ફોરવી શકે છે, કેવી મહાન ગુણસિદ્ધિઓને આંબી શકે છે અને કેવા મહાન વિસ્મયો સર્જી શકે છે... એનું વાસ્તવિક દર્શન એટલે પૂજ્યપાદશ્રીનું જીવન એ જીવનદર્શનનાં કેટલાંક મનોહર દશ્યો pક આજીવન ગુરુસાંનિધ્ય અને અપરંપાર ગુરુકપાસંપાદન. જ દાર્શનિક ગ્રન્થોના સાંગોપાંગ અધ્યયનથી ખીલેલું અદ્ભુત તર્કકૌશલ્ય. જ સંપ્રાપ્ત ન્યાયવિશારદતા અને વિશદ પદર્શન બોધ. જી વ્યાકરણ, કાવ્યો, પ્રકરણગ્રન્થો, આગમગ્રન્થો, વૈરાગ્યગ્રન્થો, ચરિત્રગ્રન્થો, અધ્યાત્મગ્રન્થો, યોગગ્રન્થો, છેદસૂત્રો, પ્રાચીન ગુર્જર પદ્યરચનાઓ ઇત્યાદિ સ્વ-પર સમયના થોકબંધ સાહિત્યનાસાંગોપાંગ અધ્યયનથી ! સંપ્રાપ્ત વિપુલ શાસ્ત્રબોધ અને કુશળ જિનવચનમર્મજ્ઞતા. નક અલ્પનિદ્રા અને અપ્રમત્ત સાધના. અત્યંત બહુમાનપૂર્વક અને ઉપયોગપૂર્વકની આવશ્યક ક્રિયાઓ. ના પરમોત્તમ પરમાત્મભક્તિ. નીક શ્રોતાઓના મોહવિષ ઉતારનાર જાંગુલિમંત્ર તુલ્ય પ્રવચનશક્તિ. 11 . ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦પ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 244