Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ ગુરુ લુવનભાનુ - વંદના -પંન્યાસ શ્રી કલ્યાણબોધિગણિવર્ય કૃત ગુરુગુણ બત્રીસી માંથી સાભાર ૧ બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહી, વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા, વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૪ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કરે, ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૫ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતાભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વિના. યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝુઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૭ અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરૂ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એકઝંખના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૮ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પળ પળ યુગો સમ જાય ગુરૂવર ખેદને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુર ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56