________________
ઉત્તર- એક જ અર્થને સમજાવનારા શબ્દોને શબ્દનય પર્યાય શબ્દ માને છે, અને એ રીતે નિન - મહંતુ - તીર્થર- વગેરે પર્યાય શબ્દો છે. જ્યારે સમભિરૂઢ નય એક જપદાર્થને સમજાવે તે શબ્દો પર્યાય શબ્દ છે એમ માનતો નથી. તે કહે છે કે પદ થી દ શબ્દ જેમ તદ્દન ભિન્ન છે તેમ નિન - મ - તીર્થર વગેરે શબ્દો પણ તદ્દન જુદા છે. જળને ધારણ કરતો હોય છે તે ઘર કહેવાય અને આચ્છાદન કરતો હોય તે પદ કહેવાય. પછી જલને ધારણ કરવાની ક્રિયા અને આચ્છાદન કરવાનું કાર્ય એક જ વસ્તુથી થતું હોય તેથી કદ અને પદ એ બન્ને શબ્દો પર્યાય શબ્દ થતા નથી. એ પ્રમાણે રાગાદિને જીતતા હોવાથી જિન કહેવાય છે, પૂજાને યોગ્ય હોવાથી મહત્ કહેવાય છે, તીર્થને પ્રવર્તાવતા હોવાથી તીર્થકર કહેવાય છે. આ ત્રણે કાર્ચ એક જ આત્માથી થતા હોય તેથી તે ત્રણે શબ્દનો એક જ અર્થ કે પરસ્પર પર્યાયવાચકતા છે એમ કહેવાય નહિ. એ પ્રમાણે શબ્દ નથી સમભિરૂઢ નયની ભિન્નતા છે.
એવંભૂત નયા પ્રશ્ન- અન્તિમ એવંભૂત નયનું સ્વરૂપ શું છે? ઉત્તર - પર્વ એટલે એ પ્રકારે ભૂત એટલે યથાર્થ અર્થાત્ જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવતો હોય તો જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂત નય કહેવામાં આવે છે.
જેમ કે બિન ત્યારે જ કહેવાય કે જ્યારે શુક્લધ્યાનની ઘારાએ ચઢી રાગાદિ શત્રુને જીતતા હોય, જ્યારે સુરાસુર નરેન્દ્ર પૂજા કરતા હોય ત્યારે જ ઈત કહેવાય અને સમવસરણમાં વિરાજી ચતુર્વિધ શ્રમણ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર્થ કહેવાય.
પરંતુ જ્યારે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દો વપરાય નહિ.
તીર્થની સ્થાપના કરતા હોય ત્યારે કોઇ કહે છે ઇન્દ્ર મહારાજા જિનને નમે - પૂજે છે તો તે વાક્ય સમભિરૂઢ નય બરોબર ન કહે. આ નય તો કહે - અત્યારે તીર્થકરને ઇન્દ્ર નમે છે એમ કહો. એ પ્રમાણે એવંભૂત નચનું સ્વરૂપ છે.
CCCCCCCC Cr૪૧ CCCCCCCCC