Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 47
________________ वसन्त सर्वशस्यानां, जायते पत्रशातनम् । मोदमानाश्च तिष्ठन्ति, यवा कणिशशालिनः॥ વસો ઋતુમાં સર્વ વનસ્પતિઓના પાંદડા ખરી જાય છે અને મંજરીથી શોભતા જવો વિકસિત રહે છે. આ બન્ને વાક્યશેષથી કવમશર્મવતિએ સ્થળે ય શબ્દનો અર્થ જવ કરવો પણ કાંગ ન કરવો એમ નિશ્ચિત થાય છે કારણ કે વસન્તમાં કાંગ કરમાઇ જાય છે. એ રીતે વાક્યશેષથી શબ્દના સત્ય અર્થનું જ્ઞાન થાય છે. ૭. વિવૃત્તિ – વિવૃત્તિ એટલે વ્યાખ્યા, ટીકા, તેથી પણ અર્થજ્ઞાન થાય છે. જેમકે કોઈને વિદ્વાનું સર્વત્ર પૂતો એ વાક્યમાં આવતા શબ્દનો અર્થ શું છે તેની ખબર નથી. પછી તેની ટીકા જોવે કે – વિદ્વાન - પત, સર્વત્ર - સર્વમિંન સ્થાને, ને તિલાવત્, પૂજ્ય - પૂનામવાનોતિ - વહુમાનં નમત રૂત્યર્થ. એ પ્રમાણે ટીકા જોઇને અર્થજ્ઞાન કરે કે “જ્ઞાની માણસ દરેક સ્થળે પૂજાય છે એ પ્રમાણે બીજા શબ્દોનું પણ અર્થજ્ઞાન ટીકાથી થાય છે. સૂત્રો ને કાવ્યગ્રન્થોમાં ટીકાથી અર્થશાના મેળવવાનો પ્રચાર સુવિદિત છે. ૮. પ્રસિદ્ધ પદસન્નિધાન - પ્રસિદ્ધ પદ એટલે જે શબ્દોના અર્થ આપણે જાણીએ છીએ એવા પદો તેનું “સન્નિધાન” એટલે સાથે રહેવાપણું અર્થાત્ એક વાક્યમાં પાંચ - સાત પદો આવે છે. તેમાંના એક, બે સિવાય બીજા શબ્દોના અર્થની આપણને ખબર છે. એટલે તેને આધારે જેનો અર્થ નથી આવડતો તેનો પણ અર્થ સમજી લેવો એ પ્રસિદ્ધપદસન્નિધાન” થી અર્થજ્ઞાન થયું કહેવાય. જેમ કે - મત્તે ૧. આગમ વાક્યોના અર્થ કરવામાં વાક્યશેષનું અનુસન્ધાન કર્યા સિવાય જો અર્થ કરવામાં આવે તો તદ્દન ઊંધો અર્થ થઈ જાય છે ને તેથી મહાન અનર્થ થાય છે. શ્રી ભગવતીજી સૂત્રસારમાં પટેલ ગોપાળદાસે ૧૫મા શતકમાં આવતા વનસ્પતિના અર્થવાળા પોત - માર - ૩૮ - વગેરે શબ્દોનો પૂર્વાપરના વાક્યશેષ વગેરેના અનુસંધાન વગર પશુ, પક્ષીના અર્થો બેસારી ઘણો જ અનિષ્ટ અર્થ કરેલ છે. પાછળથી “પ્રસ્થાન' માસિકમાં એક લેખ લખી પોતાના ભ્રમિત અર્થોને સત્ય ઠરાવવા પ્રયત્ન કરેલ. પરંતુ જેન સત્ય પ્રકાશ' માસિકના ચોથા વર્ષના ૬-૭ અંકમાં ‘માંસાહારનો પ્રશ્ન’ વગેરે લેખોમાં યુક્તિપુરસ્સર તેનો યથાર્થ-અબાધિત અર્થ સમજાવવામાં આવેલ છે. જિજ્ઞાસુએ એ લેખો વિચારવા. CCCCCCCCw ૩૬ CCCCCCC

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56