________________
પ્રાવી પ્રવેશે છૂષ પ્રવેશ પ્રતનોતિ એ વાક્યમાં “પૂષન” સિવાયના બીજા શબ્દોના અર્થોનું જ્ઞાન છે તેથી પ્રકૃતમાં પૂષનું શબ્દનો અર્થ બરોબર સમજાય છે કે- “સવારમાં પૂર્વદિશામાં સૂર્ય પ્રકાશને વિસ્તારે છે એ રીતે પ્રસિદ્ધ પદોનું સાન્નિધ્ય અર્થજ્ઞાનમાં કારણ છે.
આ આઠે શક્તિગ્રહના કારણોને માટે પ્રાચીન નૈયાચિકોનું એક સૂક્ત છે. शक्तिग्रहं व्याकरणोपमान - कोशाप्तवाक्याद् व्यवहारतश्च। वाक्यस्य शेषाद् विवृतेर्वदन्ति, सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः॥
(શબ્દના અર્થનો શકિતગ્રહ - ૧ વ્યાકરણ, ૨ ઉપમાન, ૩ કોષ, ૪ આપ્તવાક્ય, ૫ વ્યવહાર, ૬ વાક્યશેષ, ૭ ટીકા ને ૮ સિદ્ધપદસન્નિધાન - એમ આઠ પ્રકારે થાય છે, એમ વૃદ્ધો કહે છે.)
એ પ્રમાણે જે શબ્દની જે અર્થને જણાવવાની શક્તિ હોય તે જ અર્થને તે શબ્દ બોધિત કરે - જણાવે એ શબ્દનયનું સ્વરૂપ છે.
સમભિરૂઢ અને એવંભૂત એ બન્ને નયોનું સ્વરૂપ સમજતા પૂર્વે આપણે જાણવું જોઈએ કે તે બન્ને નયો એક રીતે શબ્દનયના જ ભેદ છે. અર્થાત્ શબ્દનચની માન્યતા સાથે આ બન્ને નયોના સ્વરૂપને ગાઢ સમ્બન્ધ છે. ફક્ત ફેર એટલો જ છે કે શબ્દનયનો વિષય વ્યાપક એટલે વિસ્તારવાળો છે અને આ બન્ને નયોનો વિષય અનુક્રમે વ્યાપ્ત એટલે ઓછા વિસ્તારવાળો છે. આ બન્ને નયો સમજતા પહેલાં આપણે થોડું શબ્દનું સ્વરૂપ વિશેષ સમજી લઈએ.
ચાર પ્રકારના શો - શબ્દનચમાં જણાવ્યા પ્રમાણે શબ્દના અર્થનો નિશ્ચય આઠ પ્રકારે થાય છે પણ જે અર્થોનો આપણને નિશ્ચય થાય છે તે અર્થને જણાવનારા જે શબ્દો છે તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે - ૧ ચૌગિક શબ્દો, ૨ રૂઢ શબ્દો, ૩ યોગરૂઢ શબ્દો અને ૪ યૌગિક રૂઢ શબ્દો.
યૌગિક શબ્દોનું સ્વરૂપ - યોગ એટલે અવયવ, તેને અધીન જે શબ્દોની શક્તિ છે તે શબ્દો ચોગિક કહેવાય છે અર્થાત્ શબ્દનાં પ્રકૃતિ - પ્રત્યય - ઉપસર્ગ વગેરે અવયવો છે. તે અવયવો જે અર્થને સમજાવે તે જ અર્થને જે શબ્દો સમજાવે છે તે શબ્દો યૌગિક શબ્દો કહેવાય છે. જેમ કે પીવો શબ્દ છે. તેનો અર્થ રસોઇએ. થાય છે તે વાઘ શબ્દમાં પદ્ ધાતુ પ્રકૃતિ છે ને મ પ્રત્યય છે તેમાં પ ધાતુનો
CCCCCC ૩૭ CCC