________________
આવળ, પીપર, પીપળો, ગુલાબ, ચમેલી વગેરે સર્વ વનસ્પતિઓનો સંગ્રહ થાય છે. જીવાસ્તિકાય કહેવાથી તેમાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક વગેરે સર્વ જીવો આવી જાય છે.
દ્રવ્ય કહેવાથી જીવ, અજીવ (પુદ્ગલ), ધર્મ, અધર્મ, આકાશ, કાળ એમ સર્વ દ્રવ્યનો સંગ્રહ થાય છે.
એ પ્રમાણે સંગ્રહનય સર્વ વસ્તુનો સંગ્રહ કરે છે.
પ્રશ્ન આ નયને આધારે કોઇ દર્શનની ઉત્પત્તિ છે ?
ઉત્તર - સાંખ્ય દર્શન અને (અદ્વૈત) વેદાન્ત દર્શન. આ નયના પ્રતીક રૂપ છે. સાંખ્ય દર્શન પાંચ ભૂતનો પાંચ તન્માત્રામાં સમાવેશ કરે છે. પાંચ તન્માત્રા વગેરે સોળ પદાર્થો અહંકારમાં આવી જાય છે. અહંકાર બુદ્ધિમાં સમાય છે. બુદ્ધિ પ્રકૃતિમાં શમી જાય છે. એ પ્રમાણે સમ્પૂર્ણ વિશ્વને તે પ્રકૃતિ અને આત્મામાં સંગૃહીત કરી લે છે. અદ્વૈત વેદાન્ત પણ જગત્ત્ના સર્વ પદાર્થોને બ્રહ્મરૂપ માની ‘બ્રહ્મ સત્યં નાનું-મિથ્યા’ એ પ્રમાણે કહે છે. એ સર્વ સંગ્રહનયને અવલંબીને જ છે.
-
આ સિવાયના અન્ય નયોની માન્યતા આ બન્ને દર્શનોને માન્ય ન હોવાથી તે બન્ને દર્શનો અસત્ય છે, મિથ્યા છે.
વ્યવહાર નય
પ્રશ્ન - ત્રીજા વ્યવહાર નયનું સ્વરૂપ શું છે ?
ઉત્તર - વિ-વિશેષળ, અવરતિ-પ્રરૂપતિ, પવાર્થાત્ કૃતિ વ્યવહારઃ । વિશેષે કરીને જે પદાર્થોનું નિરૂપણ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે. અર્થાત્ સંગ્રહ નય સામાન્ય ધર્મને સ્વીકારી સર્વને એક બીજામાં સમાવે છે ત્યારે તેનાથી વિપરીત વ્યવહાર નય વિશેષ ધર્મને મુખ્ય કરી દરેક પદાર્થોને છૂટા પાડી સમજાવે છે. તે આ પ્રમાણે.
૨/
----