Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ જો કે પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો અને મહાવાદી સિદ્ધસેન તાર્કિકનો દેખીતી રીતે વિરોધ ગણાચ, છતાં આપણે પૂર્વે કહી ગયા તે પ્રમાણે દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાર્થિક નચમાં દ્રવ્યની ગૌણતા તો રહે જ છે. એ રીતે ઋજુસૂત્ર ની વર્તમાન પર્યાયની મુખ્યતાએ પર્યાયાર્થિક નચ ગણાય, ને જ્યારે તે પર્યાને મુખ્ય ન ગણીએ ને દ્રવ્યને મુખ્ય માનીએ ત્યારે તે નચ દ્રવ્યાર્થિક નય ગણાય. એટલે તે બન્ને મતો એકની ગૌણતા ને બીજાની મુખ્યતા એ રીતિએ થયેલા હોવાથી ઉભચમત અવિરુદ્ધ છે. - શત વાયગ્રન્થપ્રણેતા ન્યાવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ નયરહસ્યમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવે છે જે - વત્ત સૂત્ર ત્વનુયોનાંશમાતા વર્તમાનાવરપજે દ્રશ્યોપચારાત્ સમિતિ' (ઉપર જણાવેલ સૂત્ર તો અનુયોગ - વ્યાખ્યાનના અંશને આશ્રયીને વર્તમાન આવશ્યકના પર્યાયમાં દ્રવ્ય પદનો ઉપચાર કરીને સંગત કરવું.). શબ્દ નયી પ્રશ્ન - શબ્દ નય કોને કહેવાય? ઉત્તર- જગના વ્યવહારો ભાષાને આધારે ચાલે છે. કંઈપણ કાર્ય હોય કે કોઈપણ પદાર્થનું નિર્વાચન કરવું હોય તો શબ્દ સિવાય થઇ શકતું નથી એટલે શવ્યક્ત વરનોરરીમિયતે વસ્તુ વેન જશદા” (જેના વડે પદાર્થ વચનના વિષયભૂત કરાય તે શબ્દ નય.). આ શબ્દ નય ભાવ નિક્ષેપને અભિમત વસ્તુઓનો મુખ્યત્વે બોધ કરે છે. જેમકે શબ્દ નય “જિન” શબ્દ થી જેમણે રાગદ્વેષ જીત્યા છે, ભૂમિતલ ઉપર વિચારી રહ્યા છે એવા કેવળી ભગવંતોને સમજાવે છે, પરંતુ જે જીવો ભવિષ્યમાં જિન થવાના છે તે જીવો દ્રવ્યજિન કહેવાય છે. પ્રતિમામાં કે ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરેલ હોય છે તે સ્થાપનાજિન કહેવાય છે. અને કોઈ વસ્તુનું જિન એવું નામ આપ્યું હોય તે નામજિન કહેવાય છે. જિન શબ્દ દ્રવ્ય જિન, સ્થાપનાદિન કે નામજિનને સમજાવતો નથી પણ ભાવ જિનને સમજાવે છે. અર્થાત્ જે શબ્દમાં જે વસ્તુને સમજાવવાની શક્તિ છે તે વસ્તુ માટે વાપરવામાં આવતો શબ્દ તેનું નામ શબ્દનાય. xxx ૩૨ CCCCCC

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56