Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ પર્યાયાર્થિક નચમાં દ્રવ્યની અપેક્ષા તો રહે જ છે. જેમાં પર્યાય એટલે ધર્મની વિવફા વિશેષ છે એવા પર્યાયાર્થિક નવો ચાર છે. ઋજુ સુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. જુસૂત્ર નયા પ્રશ્ન - સાત નયમાંના ચોથા ઋજુસૂત્ર નયનું સ્વરૂપ શું છે? ઉત્તર - સંકુ-પ્રાગત્ત વર્તમાનક્ષ સૂત્રવતતિ ત્રગુસૂત્ર: જે વિચારણા વર્તમાના કાળને ગુંથે તે ઋજુસૂત્ર નય, અથવા ઋજુ એટલે અવક્ર-સરલપણે વસ્તુને જે નિરૂપે તે ઋજુસૂત્ર નય કહેવાય. ઋજુસૂત્રને સ્થાને કેટલીક વખત ઋજુશ્રુત શબ્દ વપરાયેલ જોવામાં આવે છે. ત્યાં તેનો અર્થ ઋજુ એટલે સરલ અને શ્રુત એટલે બોધ, અર્થાત્ સરલપણે જે બોધ કરે તે ઋજુશ્રુત કહેવાય. પ્રશ્ન- આ નય સ્પષ્ટ સમજાય તેવું કોઇ વ્યવહારુ ઉદાહરણ આપો. ઉત્તર - જો કે મનુષ્યોને ભૂતકાળનો અને ભવિષ્યકાળનો વિચાર કર્યા સિવાય ચાલતું નથી તો પણ કેટલીક વખત ચાલુ પરિસ્થિતિને જ જુએ છે. गते शोको न कर्तव्यो, भविष्यं नैव चिन्तयेत् ॥ वर्तमानेन योगेन, वर्तन्ते हि विचक्षणाः ॥ (ભૂતકાળમાં ગયેલાનો શોક ન કરવો. ભવિષ્યની ચિન્તા કરવી નહિ. વિચક્ષણ પુરુષો તો વર્તમાન કાળમાં વર્તતા યોગથી જ પ્રવર્તે છે.) એ નીતિકથિત વચન પ્રમાણે સુજ્ઞ જનોને ભૂત ને ભાવીના સુખ-દુખના હર્ષશોક વર્તમાનમાં હોતા નથી, પરંતુ તેઓ તો ચાલુ કાળને જ અનુસરે છે. ભૂતકાળમાં રાજા હોય ને વર્તમાન માં ભિખારી. ભવિષ્યમાં ભૂપતિ થવાનો હોય, તેથી તે રંક ચાલુ કાળમાં રાજાના સુખને અનુભવતો નથી. એ જ પ્રમાણે પૂર્વ કાળમાં આત્મજ્ઞાનમાં તલ્લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહ્ય વિષયોમાં આસકત હોય અને ચાલુ વિષયાસકત આત્મા ભવિષ્યમાં ધર્મધ્યાનમાં લીન આત્માની મસ્તી માણતો મહાયોગી બનવાનો હોય પરંતુ તેથી તે આત્મા વર્તમાનમાં આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખના આસ્વાદને અનુભવી CCCCCCCC ૩૦ CCCCCCCCC

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56