Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 36
________________ 'जावन्तो वयणपहा, तावन्तो वा नया विसदाओ ॥' (અથવા અપિ શબ્દથી - જેટલા વચનવ્યવહારો છે તેટલા નય છે.) પ્રશ્ન - એ પ્રમાણે તો નયો ગણત્રી વગરના થયાં, તો તે સર્વનું સ્વરૂપ - જ્ઞાન કઇ રીતે થઇ શકે? ઉત્તર - જો કે સર્વે નયોનું સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ સિવાય અન્યને ન જ થઇ શકે, તો પણ નયોનું સ્વરૂપ સજાય અને સત્ય વ્યવહાર ચાલે માટે જ્ઞાની ભગવંતોએ તે સર્વ નયોની જુદી જુદી વહેંચણ કરીને તેઓનો મુખ્ય સાત નચમાં સમાવેશ કરેલ છે. એટલે તે સાત નયનું સ્વરૂપ સમજાયા થી નવનું જ્ઞાન થઇ શકે છે. પ્રશ્ન - તે સાત નય કયા? ઉત્તર - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પ્રમાણે તે સાત નયો છે. બૈરામ નયા પ્રશ્ન - તે સાત નગોમાં પ્રથમ નૈગમ નચ કોને કહેવાય ? ઉત્તર - નિગમ એટલે લોક અથવા સંકલ્પ, તેમાંથી જેની ઉત્પત્તિ છે તે મૈગમ નય, અર્થાત્ લોકપ્રસિદ્ધ અર્થનો સ્વીકારનાર નય તે નૈગમ નય છે. અથવા જે નયનો વસ્તુને જાણવાનો માર્ગ એક નથી પણ અનેક છે તે નેગમ નય. આ નવ વસ્તુના બોધમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બન્ને ધર્મને પ્રધાન માને છે. પ્રશ્ન - આ સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે કોઈ ઉદાહરણથી સમજાવો. ઉત્તર- આ નયને માટે ભાગમાં ત્રણ ઉદાહરણ બતાવ્યા છે. એક નિલચનું, બીજું પ્રસ્થાનું ને ત્રીજું ગામનું, તે આ પ્રમાણે - ઉદાહરણ પહેલુ ઘરનું - કોઇને પૂછવામાં આવે કે તમે ક્યાં રહો છો? તો તે કહે કે લોકમાં. લોકમાં ૧.ર વિથ મો નૈનમ: નૈનમ ને બદલે નૈયા એ પ્રમાણે સમાસમાં જે વનો લોપ થયેલ છે તે વ્યાકરણના પૃષોદરાદિગણને આધારે છે. e v ૨૫ CCC

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56