Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 7
________________ VI લેખોમાં કાપકૂપ કરવાની પણ જરૂર પડી છે. લેખકોની ઉદાર સંમતિથી જ આ થઈ શક્યું છે, પણ આ કારણે આમાંના જે લેખો અન્યત્ર છપાયા હશે તેનાથી અહીં કેટલેક સ્થાને પાઠભેદ દેખાશે. વાચકોને આ લક્ષમાં રાખવા ખાસ વિનંતી છે. ગ્રંથમાંના લેખોને પ્રવાહો, કવિઓ અને કૃતિઓ – એ ક્રમમાં (શક્ય હોય ત્યાં સમયાનુક્રમે) ગોઠવ્યા છે. આ સંપાદનમાં પરિસંવાદનો સંદર્ભ અને પ્રકાશનની સમયમર્યાદા આ બે પરિબળોએ ભાગ ભજવ્યો હોઈ, મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હજીયે એવું ઘણું છે જે અહીં વણસ્પર્યું રહી ગયું છે એ કબૂલવું રહ્યું. પણ મધ્યકાળના સમગ્ર જેન સાહિત્યનો સિલસિલાબંધ ઇતિહાસ રજૂ થાય એવા કોઈ મહત્ત્વાકાંક્ષી ધ્યેય સાથે હાથ ધરાયેલું આ સંપાદન છે નહીં એટલું સ્પષ્ટ કરીએ. પરિસંવાદને નિમિત્તે જે કંઈ સાહજિક રીતે નીપજી આવ્યું તેની આ ફલશ્રુતિ છે. એથી જ આ સંપાદનમાંના કેટલાક લેખો પ્રસ્તુત સાહિત્યનો કેવળ પરિચય આપનારા, અથવા તો વિહંગાવલોકન કે સંક્ષિપ્ત દૃષ્ટિપાત કરાવનારા પણ ઘણાને લાગશે જ. આશા છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસગ્રંથોમાં આ ગ્રંથ પૂરક બની રહેશે અને અભ્યાસીઓને મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જૈનોના પ્રદાન અંગે નવેસરથી મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સંદર્ભ પૂરો પાડશે. પરિસંવાદમાં ભાગ લેનાર વિદ્વાનોમાંથી જેમણે આ સંપાદન માટે લેખો મોકલી આપ્યા તેમનો તેમજ અમારા ખાસ આમંત્રણથી આ ગ્રંથ માટે જેમણે લેખ તૈયારી કરી આપ્યા તે સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. ખૂબ ચીવટ રાખીને લેસર ટાઇપસેટિંગનું કામ કરી આપવા બદલ શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીના. સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલના અને આવરણચિત્ર માટે શ્રી શૈલેશ મોદીના પણ અમે આભારી છીએ. તા. ૨૭–૨–૧૯૯૩ જયંત કોઠારી કાન્તિભાઈ બી. શાહ સંપાદકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 355