Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 6
________________ સંપાદકીય નિવેદન જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથોના સર્જક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈની જન્મશતાબ્દી ઈ.સ. ૧૯૮૫માં તાજી જ પસાર થઈ હતી, અને “જૈન ગૂર્જર કવિઓ' ગ્રંથશ્રેણીની સંશોધિત-સંવર્ધિત. નવી આવૃત્તિનો પ્રથમ ભાગ જયંત કોઠારી દ્વારા સંપાદિત થઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) દ્વારા ૧૯૮૬માં પ્રકાશન પામ્યો હતો. આ બન્ને મહત્ત્વના બનાવોને અનુલક્ષીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અમદાવાદ ખાતે “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' વિશે ડૉ. હરિવલ્લભ ભાયાણીની અધ્યક્ષતામાં તા.૨૮ર૯ માર્ચ ૧૯૮૭ના બે દિવસોએ (સદ્ગત દેશાઈના જન્મને ૧૦૨ વર્ષ થવા કાળે) એક પરિસંવાદનું આયોજન કર્યું હતું. પરિસંવાદના સમગ્ર આયોજન-સંચાલનની વ્યવસ્થા જયંત કોઠારીને સોંપવામાં આવી હતી. મધ્યકાળના ગુજરાતી જૈન સાહિત્યના કેટલાક પ્રવાહો, મહત્ત્વના જૈન કવિઓ અને મહત્ત્વની જૈન કૃતિઓ વિશે એક સૂચિત યાદી તૈયારી કરી વિદ્વાન અધ્યાપકોને નિબંધવાચન માટે આમંત્રણ આપી વિષયોની ફાળવણી કરવામાં આવી હતી. પરિસંવાદની કુલ ત્રણ બેઠકોમાં ત્રીસેક જેટલા નિબંધો રજૂ થયા હતા. આ નિબંધો ગ્રંથસ્થ કરવા અંગે ઠીકઠીક સમય સુધી કોઈ નિર્ણય સંસ્થા. તરફથી લઈ શકાયો નહોતો, અને વળી આ જ ગાળામાં “ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ'ના સંપાદન-પ્રકાશનનું કામ પણ સંસ્થાના હાથ ઉપર હતું જ. પરંતુ પૂ.પં.શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, વિલેપાર્લે (મુંબઈ) તરફથી પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન માટે ઉદારતાભરી આર્થિક સહાય પ્રાપ્ત થતાં વિદ્યાલયે ગ્રંથપ્રકાશન માટે સત્વરે નિર્ણય લેવાની પરિસ્થિતિ નિમઈિ. એના સંપાદનની જવાબદારી અમારે નિભાવવાની આવી. પરિસંવાદમાં ભાગ લેનાર વિદ્વાનોમાંથી જૂજ અપવાદ સિવાય બધાએ જ લિખિત સ્વરૂપે પોતાના નિબંધો અમને મોકલી આપ્યા. મધ્યકાળના ગુજરાતી જૈન સાહિત્યનાં શક્ય એટલાં વધુ પ્રવાહો-કવિઓ-કૃતિઓને આવરી લઈ શકાય તે માટે પરિસંવાદમાં રજૂ થયેલા નિબંધો ઉપરાંત પણ, ખાસ આ ગ્રંથ માટે આમંત્રણ આપીને તૈયાર કરાવેલા થોડાક લેખો પણ અહીં સમાવ્યા છે. તેમજ મોહનલાલ દલીચંદ દેશાઈનો લેખ “આનંદઘન અને યશોવિજયજી' વર્ષો પહેલાં લખાયો હોવા છતાં એને આ ગ્રંથમાં સમાવ્યો છે, એટલા માટે કે એથી કરીને બે અતિ મહત્ત્વના જૈન કવિઓને આ સંપાદનમાં આવરી લઈ શકાયા છે. એ જ રીતે જયંત કોઠારીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન” લેખ પણ, અગાઉ પ્રકાશિત છતાં, ગ્રંથના વિષય સાથેની સુસંગતતાને લઈને અહીં લીધો છે. અહીં સંપાદનપ્રક્રિયા થયેલી છે, એટલેકે કેટલાક લેખો મઠારાયા છે ને કેટલાક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 355