Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ત્યાર પછી આ વૈમાનિક દેવલોકમાં ઈન્દ્રાદિ જે દશ પ્રકારના દેવો છે તેમના નામને ઉલ્લેખ કરીને કલ્પાતીત એવા નવ વેયક દેવલોક તથા તેના દેવોનું વર્ણન કરતાં પ્રથમ તે શૈવેયકનું સ્થાન, આકાર, પ્રતિરોની સંખ્યા, ઈન્દ્રક વિમાનોના નામ, પંક્તિગત વિમાનની સંખ્યા એમ ત્રણે ત્રિકનું જુદું-જુદું વર્ણન કરેલ છે.
આ ગ્રેવેયકના દેના શરીરની સુંદરતા. તેમનું કાર્ય, સુખની પરાકાષ્ઠાનું વર્ણન અનેકવિધ દૃષ્ટાંત આપીને કરેલ છે.
આ નવ વેયકના દેવોનું ઉત્કૃષ્ટ તથા જઘન્ય આયુષ્ય બતાવીને આયુષ્ય પ્રમાણે દેહમાન બતાવેલ છે.
ત્યાર પછી આહારની ઈરછા, શ્વાસોચ્છવાસ, ગતિ, આગતિ, વન–ઉત્પત્તિની સંખ્યા તથા અંતર, અવધિજ્ઞાનનો વિષય બતાવવા પૂર્વક વર્ણન પૂર્ણ કરેલ છે.
ત્યાર પછી અનુત્તર વિમાનનું વર્ણન કરતાં પ્રથમ અનુત્તર નામની સાર્થકતા, ત્યાંના વિમાનની સંખ્યા, ઇંદ્રક વિમાનોના નામ બતાવીને ઉદર્વક સર્વ પંક્તિગત તથા પુષ્પાવકીર્ણક વિમાનોની સંખ્યા બતાવી છે.
સર્વાર્થ સિદ્ધ નામના વિમાનનું વિસ્તાર બતાવીને ત્યાં ઉત્પન્ન થતા દેવના નામની સાર્થકતા, સુખની ઉત્કૃષ્ટતા, તથા જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય બતાવેલ છે.
અહિં રહેલા અહમિન્દ્રદેવો પિતાના વિમાનમાં જે શય્યામાં ઉત્પન્ન થાય છે. ત્યાં એક જ સ્થળે તેત્રીસ સાગરેપમ સુધીને કાળ કેવી રીતે પસાર કરે અને તેમની શય્યા ઉપર જે ચંદરવો તથા ચંદરવા ઉપર રહેલા મોતીઓનું પ્રમાણ મણુથી તથા સંખ્યાથી બતાવીને તેના દ્વારા ઉત્પન્ન થતી મધુર ધ્વનિનું વર્ણન છે.
- ત્યાર પછી આયુષ્ય પ્રમાણે દેહમાન, આહારની ઈચ્છા, શ્વાસે રછવાસ તથા અહિં કેટલા કર્મો શેષ રહે ત્યારે ઉત્પન્ન થાય છે તે હકીક્ત આગમના પાઠો આપવા પૂર્વક બતાવેલ છે.
અહિ ઉત્પન્ન થયેલા દેના કેટલા ભવ બાકી છે તેમાં પડેલા જુદા-જુદા ગ્રંથો આગના મતાંતરોને જણાવીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ વિષય માટે મધ્યસ્થ રહ્યા છે.
અહિંના દેવોની સંખ્યાનો સામાન્ય નિર્દેશ કરીને તેઓના રચવન-ઉત્પત્તિનું અંતર, અવધિજ્ઞાન વિષય તથા તે અંગે જે વિશેષ છે તે સર્વ જણાવીને અનુત્તર દેવકનું વર્ણન પૂર્ણ કરેલ છે.
હવે સર્વાર્થસિદ્ધ વિમાનના શિખરથી ઉપર રહેલ શ્રી સિદ્ધશીલાનું વર્ણન કરતાં તેનો વિસ્તાર, પરિધિ, મધ્ય ભાગની જાડાઈ, અંતની જાડાઈ તથા તેની ઉજજવલતા બતાવીને સિદ્ધશીલાના નામનો ઉલ્લેખ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org