Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
ત્યાર પછી પાંચમા દેવલોકના ઈન્દ્ર બ્રહ્મદેવનું વર્ણન છે, બ્રહ્મકાવતુંસક નામના વિમાનમાં રહેલા આ ઈન્દ્ર મહારાજાના પરિવાર રૂપ સામાનિક દેવો, તેમનું આયુષ્ય, અત્યંતર, મધ્યમ અને બાહ્ય પર્ષદાના દે તથા સર્વેનું આયુષ્યમાન બતાવેલ છે.
ત્યાર બાદ ત્રાયશ્ચિંશ દેવો, લેકપાલો, મિત્રદેવ, મંત્રી દેવો તથા પુરોહિત દેવનું વર્ણન પૂર્વવત બતાવીને યાન વિમાન તથા તેના અધિકારી દેવનું નામ આપીને આત્મરક્ષક દેવોની સંખ્યા, સાત સૌને, તેના નાય કે તથા આ ઈન્દ્ર મહારાજાની વિદુર્વણા શક્તિ અને આયુષ્ય બતાવેલ છે.
અહીં આ દેવલે કના ત્રીજા પ્રતરમાં લેકાંતિક દે છે. તેમનું સ્થાન બતાવીને પછી તમસ્કાય કૃષ્ણરાજીનું સ્વરૂપ વિસ્તારથી કહેલ છે.
ત્યાર પછી કાંતિક દેવોનાં વિમાનનું સ્થાન તે દેવોનાં નામ તેમનું કાર્ય તથા વિશેષતાઓ અને તેમની સિદ્ધગતિ અને મતાંતરોનું શક્ય વિસ્તારથી વર્ણન કરેલ છે.
- ત્યાર પછી લાંતક નામના છઠ્ઠા દેવલેકનું વર્ણ કરતાં તેનું સ્થાન, પ્રતિરો, ઈન્દ્રક વિમાનના નામ, પંક્તિગત તથા પુષ્પાવકીર્ણક વિમાનની સર્વ સંખ્યા તથા દરેક પ્રતર વાર કેવા આકારના કેટલા વિમાનો હોય છે તેની પણ સંખ્યા બતાવેલ છે. - આ વિમાનો કેના આધારે ટકેલા છે તે તથા તેમના વર્ણગંધ–રસ–સ્પર્શની ઉચ્ચતા બતાવીને ત્યાં રહેલા દેવેની લેશ્યા બતાવી છે,
અહીં રહેલા દેવેનું પ્રતરવાર જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય તથા આયુષ્ય પ્રમાણે દેહમાન બતાવીને કામ ભેગની પદ્ધતિની વાત કહીને ગતિ આદિ દ્વારા બ્રહ્મલેકની જેમ બતાવેલ છે.
ત્યાર પછી અહીંના ઈન્દ્ર લાંતકેન્દ્રના પરિવાર આદિનું ટૂંકથી વર્ણન કરીને પછી ત્રણ પ્રકારના કિબિષીયાઓનું વર્ણન છે.
આ કિબિષક કેણ બને તે વિસ્તારથી બતાવતા સાથે જમાલીનું દષ્ટાંત આગમન પાઠ પૂર્વક આપેલ છે.
ત્યાર પછી સાતમા મહાશુક દેવલોકનું વર્ણન છે, તેમાં દેવલોકનું સ્થાન, સંરથાન, પ્રતની સંખ્યા તથા દરેક પ્રતરના ઈદ્રક વિમાનનાં નામ, દરેક પ્રસરના વિમાનોની સંખ્યા, પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા, કુલ વિમાનોની સંખ્યા તથા દરેક પ્રતરે ત્રણ પ્રકારના જુદા જુદા વિમાનોની સંખ્યા પણ બતાવેલ છે.
ત્યારબાદ વિમાનોને આધાર (પૃથ્વી પિંડ) વર્ણાદિની ઉગ્રતા, પ્રાસાદની ઊંચાઈ દરેક પ્રતર પ્રમાણે જઘન્ય–ઉત્કૃષ્ટ આયુષ્ય, આયુષ્ય પ્રમાણે દેહમાન, આહાર, ઉચ્છવાસ, કામાભિલાષ, ગતિ, આગતિ, વન ઉત્પત્તિને વિરહ તથા અવધિજ્ઞાનના વિષયનું વર્ણન કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org