Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
છેલે તાપસ કેમ બન્યા અને ત્યાંથી ઈશાન ઈદ્ર તરીકે કેવી રીતે થયા તે તેમના પૂર્વના જીવન વૃત્તાંત દ્વારા જણાવીને બાલ તપથી આવી કર્મ નિર્જરા થઈ, પણ એટલો જ તપ જે સમ્યફદષ્ટિ કરે તે કેવા ફળ મેળવે તે સર્વ હકીક્ત જણાવી છે.
ત્યારપછી ઈશાનેન્દ્ર જિનેશ્વરની પૂજા વગેરે સિંહાસન પર બેસે છે તે સર્વ સૌધર્મેન્દ્ર પ્રમાણે જણાવ્યું છે.
આ ઈન્દ્રના ત્રાયશ્ચિંશ દેવતાઓને પૂર્વભવ જણાવીને તેમના સામાનિક દે, - આત્મરક્ષક દે, પર્ષદાના દેવે તથા દેવીઓની સંખ્યા બતાવી તેમના આયુષ્ય જણાવ્યા છે.
તેમની આઠ અપ્સરાઓનાં નામ તથા ટૂંકમાં પૂર્વભવ જણાવીને આયુષ્ય બતાવ્યું છે. પછી કુલ ૫૬ ઈન્દ્રોની-ઈન્દ્રાણીઓનો સરવાળે બતાવ્યું છે.
આ ઈન્દ્રની આઠ પટ્ટરાણીઓના પરિવારની સંખ્યા બતાવીને તેમની સાથે ભોગવિલાસનું સ્થાન વગેરે બતાવેલ છે.
હવે ઈન્દ્ર મહારાજાના સાત સૈન્ય તેમના અધિપતિઓના નામે ગમનાગમનનું વિમાન તથા તેની વિમુર્વણ કરનાર દેવનું નામ જણાવેલ છે.
આ ઈન્દ્ર મહારાજાનું શસ્ત્ર તેની શક્તિ તથા તેમનું વાહન અને વશવતી દેવતાએનું વર્ણન છે. સાથો-સાથ વિદુર્વણ શક્તિ પણ જણાવી છે.
ત્યારપછી તેમના લોકપાલે, તેમના આવાસે, રાજધાની, આયુષ્ય પટ્ટરાણીઓના નામ, પત્ર સ્થાનીય દેવતા વગેરેની વિગત ટૂંકથી કહેલ છે.
ત્યારબાદ આ ઈશાનેન્દ્રની વિશેષતાઓને જણાવતા તથા તેમની શક્તિ સૌધર્મેન્દ્રથી વિશેષ છે તે બતાવતા તેમની મહત્તા તથા બને ઈન્દ્રોની ચર્ચાનું વર્ણન છે.
ક્યારેક કેઈ નાના વિમાનના કારણે બને ઈન્દ્રો વચ્ચે ઝઘડો થાય ત્યારે સનકુમાર ઈન્દ્ર અથવા સામાનિક દેવતાઓ કેવી રીતે શાંત કરે તે હકીક્ત આગમોના પાઠ પૂર્વક જણાવેલ છે.
આ રીતે પરમાત્માની ભક્તિમાં મગ્ન આ ઈન્દ્ર મહારાજા આવતા ભવમાં મુક્તિધૂને પામશે તે જણાવીને આ સર્ગને પૂર્ણ કરેલ છે.
સર્ગ સત્યાવીસ પ્રમથના બે દેવલેનું વર્ણન કરીને, હવે આ સર્ગમાં બાકીના બધા જ દેવલોકે તથા એની વચ્ચે આવતા અન્ય પદાર્થોનું વર્ણન છે.
તેમાં સૌ પ્રથમ સનકુમાર તથા મહેન્દ્ર દેવલોકનું વર્ણન કરતાં તેમનું સ્થાન તથા આકાર બતાવીને તેના પ્રતોની સંખ્યા તથા પ્રતાના મુખ્ય ઈન્દ્રક વિમાનોના નામો બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org