Book Title: Laghu Kshetra Samas Prakaranam Author(s): Ratnashekharsuri Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ પદેશ તથા તત્ત્વજ્ઞાન આપી શાસનની સારી પ્રભાવના કરવાપૂર્વક ચારિત્રધર્મનું ઉત્તમ સેવન કરવા લાગ્યા. છેવટ શરીરની સ્થિતિ નબળી પડતાં હાલ આશરે દશઅગ્યાર વર્ષથી પ્રાયે ભાવનગરમાં જ રહેવું પડ્યું છે. અહીં પણ શરીરે નરમ છતાં આત્મબળથી સાધ્વી અને શ્રાવિકાની સારસંભાળ, અધ્યાપન, ધર્મોપદેશ વિગેરે કરવાપૂર્વક પોતે નૂતન જ્ઞાન પણ મેળવે છે, આગમાદિક ગ્રંથે છપાવવામાં કાળજી રાખે છે અને મુનિ મહારાજાઓની વૈયાવચ્ચમાં પણ તત્પર રહે છે. તે ઉપરાંત ભાવનગરમાં તેમનું નામ જોડીને શ્રાવિકા વચ્ચે સ્થાપેલી શ્રાવિકાશાળા પાંચ વર્ષથી ઘણી સારી સ્થિતિમાં ચાલે છે. તેના પર તેમની પોતાની દેખરેખ પણ ઘણી સારી છે. આ ગુરૂણજી શ્રી લાભશ્રીજીના પરિવારમાં મુખ્યત્વે કરીને સાધ્વી શ્રી દયાશ્રીજી, માણેકશ્રીજી, તિલકશ્રીજી, કમળશ્રીજી, નિધાનશ્રીજી, ક્ષમાશ્રીજી, કંચનશ્રીજી, હરકેરશ્રીજી, તિલકશ્રીજી, અમરશ્રીજી, સુભદ્રાશ્રીજી વિગેરે સ્વશિપ્યાઓ તથા ઉત્તમશ્રી, હરખશ્રી, જબશ્રી, હેમતથી વિગેરે પ્રશિષ્યાને સમુદાય આશરે પચીશની સંખ્યાવાળે છે. તે સર્વ સમયાનુસાર ઉત્તમ ચારિત્ર પાળવામાં તથા સામાન્ય પ્રકરણદિકનું જ્ઞાન મેળવવામાં પણ તત્પર છે. તેમાં સાધ્વીજી કંચનશ્રીજી કે જે ચારિત્રપાત્ર, આત્માથી, સદ્ભાવનાવાળા તથા વ્યાકરણાદિકના અભ્યાસી નહીં છતાં પ્રકરણના રબા, ભાષાંતર અને નવા નવા ધર્મવિષયેના શ્રવણથી જ્ઞાનધ્યાનમાં તત્પર રહેતા અને તપસ્યા કરવામાં પણ તત્પર રહેતા હતા. તેઓ સં. ૧૯૮૮ ના વૈશાખ વદ છઠ્ઠ શ્રી સિદ્ધાચળ મહાતીર્થની વર્ષગાંઠને દિવસે તપસ્યાપૂર્વક એ મહાતીર્થની યાત્રા કરીને ઉતરતાં સ્વર્ગવાસી થયા છે. તેમને અકસ્માત્ અભાવ થવાથી ગુરૂણજી લાભશ્રીજીને એક સમુદાયની સંભાળ લઈ શકે તેવી શિષ્યાની ખોટ પડી છે. બીજા પણ તેમની શિષ્યા અમરશ્રી અને સારા અભ્યાસી સુભદ્રાશ્રી વિગેરેનો અભાવ થવાથી સારી શિષ્યાઓની ખોટ પડી છે; પરંતુ કાળની સ્થિતિ દુરતિક્રમ હોવાથી જે સ્થિતિ આવી પડે તે સમભાવે સહન કરવી એ જ સુજ્ઞજનેને લાયક છે. આ ગુરૂણીજીના સંબંધમાં બીજી પણ અનુકરણીય ઘણી હકીક્ત લખવા યોગ્ય છતાં તેમની વૃત્તિ તે સંબંધમાં ઉદાસીન હોવાથી તે સંબંધી વિશેષ લખવાને પ્રયત્ન કર્યો નથી. ઉત્તમ મનુષ્યનું ચરિત્ર પ્રાયે અનુકરણીય જ હોય છે. ઈતિશ.... શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ..Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202