Book Title: Laghu Kshetra Samas Prakaranam
Author(s): Ratnashekharsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ગુરૂણીજી લાભશ્રીજીના સંબંધના કેટલાક સ્મરણીય –-: પ્રસંગે :-- શ્રી અમદાવાદ ( રાજનગર ) માં ધનપીપળીની પિળમાં કેશરીસિંહ હેમચંદ નામે શ્રાવક હતા. તેમની પત્ની અવલબાઈ, તેમની પુત્રી આધાર પ્લેન હતા. તે અવસરે અમદાવાદમાં જ પતાસાની પોળમાં સમકરણ મણિયારના વંશમાં ઝવેર પ્રેમચંદ નામે શેઠ હતા. તેમને ઉમેદચંદ તથા સાંકળચંદ નામના બે પુત્ર તથા પરસન નામની પુત્રી હતી. ત્યારપછી ઝવેર પ્રેમચંદની પત્ની સ્વર્ગવાસી થતાં તેઓ આધારભાઈની સાથે પુન: વિવાહિત થયા હતા. તેમને ગૃહસ્થાવાસ પંદર વર્ષ રહ્યો હતો. તેટલા કાળમાં આધારબાઈને સં. ૧૯૧૯ ના વર્ષમાં એક પુત્રીને જન્મ થયો. તેનું નામ મંગળીબેન રાખવામાં આવ્યું. તે મંગળીબેન અઢી વર્ષની ઉમ્મરના થયા ત્યારે તેમના પિતા સ્વર્ગવાસી થયા. તે મંગળીબેન આઠ વર્ષના થયા ત્યારે ગુજરાતી નિશાળે ભણવા જવા લાગ્યા. સાથે પ્રતિક્રમણદિક ધાર્મિક અભ્યાસ પણ પૂજ્ય ગુરૂજી શ્રી વિવેકશ્રીજી પાસે શરૂ કર્યો. અનુક્રમે બાર વર્ષની ઉમ્મરે રૂપા સૂરચંદની પોળમાં કેવળદાસ નામે શેઠના પુત્ર પ્રેમચંદ સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા લગ્ન થયા બાદ પણ ધાર્મિક અભ્યાસ તો શરૂ જ હતો અને તે અભ્યાસમાં અનુક્રમે વૈરાગ્યશતક ભણતાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંસારનો ત્યાગ કરી વશ વર્ષની ઉમ્મરે એટલે સં. ૧૯૯૯ માં છાણ ગામમાં તેમણે દીક્ષા લીધી. તે વખતે તેમને ગુરૂણજી વિવેકશ્રીજીની શિષ્યા અમૃતશ્રીજીને સોંપવામાં આવ્યા હતા. પછી પૂજ્યપાદ ગણિપદસ્થ શ્રી મૂળચંદજી મહારાજની પાસે વડેદરામાં વડી દીક્ષા લીધી અને ગુરૂાણીજી શ્રી વિવેકશ્રીજીની શિષ્યા ગુલાબશ્રીજીની શિષ્યા થયા. તે વખતે તેમનું નામ લાભશ્રીજી રાખવામાં આવ્યું. તેમણે દીક્ષા લીધા પછી પણ જ્ઞાનાભ્યાસ ઉપર પૂર્ણ રાગ હોવાથી સમયાનુસાર સારસ્વત વ્યાકરણ, કાવ્ય, ચરિત્ર વિગેરેના અભ્યાસપૂર્વક કર્મગ્રંથાદિક દ્રવ્યાનુયોગ અને ક્ષેત્રસમાસાદિક ગણિતાનુયોગને પ્રેમપૂર્વક અભ્યાસ કર્યો. ઉપરાંત દશવૈકાલિક, ઉવવાઈ, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરવવાઈ, આચારાંગ, વિપાક, ઉત્તરાધ્યયન, જ્ઞાતાધર્મકથા વિગેરે આગમે તથા લકનાલિકા, લેકપ્રકાશ વિગેરે અનેક નાનામોટા પ્રકરણ ગ્રંથને સારો અભ્યાસ કરી સાધ્વીસમુદાયમાં ઉત્તમ વિદુષી તરીકે ગણાવા લાગ્યા અને અન્ય સાધ્વીઓ તથા શ્રાવિકાઓને તેમની ચેગ્યતા પ્રમાણે પ્રકરણદિક ભણાવવામાં પણ ઘણું ઉત્સાહ અને ખંતથી નિરંતર પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમજ કચ્છ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ વિગેરે દેશોમાં ઉગ્ર વિહાર કરી તે તે સ્થાનના શ્રાવિકાવર્ગને ધર્મો

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 202