Book Title: Laghu Kshetra Samas Prakaranam Author(s): Ratnashekharsuri Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ સ્વપજ્ઞ ટીકાયુક્ત શ્રાદ્ધવિધિ, શ્રાવપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ગ્રંથના રચનાર પણ શ્રી રત્નશેખરસૂરિ છે, પરંતુ તેઓ તબૃહત્તપગચ્છાચાર્ય શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિ અને તેમના શિષ્ય શ્રી રત્નશેખર સૂરિ જૂદા જ પરંતુ સમકાલીન હતા એમ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે. આ ગ્રંથમાં કુલ ૨૬૩ ગાથાઓ છે, તેમાં ર૬૧ ગાથા પ્રકરણના વિષયની જ છે અને છેલ્લી બે ગાથા સમાપ્તિ અને ગ્રંથકારનું નામ જણાવનારી છે; તે ૨૬૧ ગાથાઓવડે અધિકાર કહ્યા છે– ૧ જંબુદ્વીપ અધિકાર–ગાથા ૧૯૪. તેમાં વર્ષ, વર્ષધર, નદી, કુંડ, વાવ, પર્વત, કહ, કમળ, ગુફા, વન, જગતી, તીર્થ, વિજય, નગરી, વૃક્ષ, શિખર, પ્રાસાદ, જિનચૈત્ય વિગેરે શાશ્વત પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે. તે ૨ લવણેદધિ અધિકાર–ગાથા ૩૦. તેમાં તીર્થનું સ્વરૂપ, પાતાળકળશ, વેલાવૃદ્ધિ, વેલંધર અને અનુલધર દેવ, વેલંધર પર્વત, ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ, ગતમદ્વીપ, અંતરદ્વીપ વિગેરેનું સ્વરૂપ કહ્યું છે. ૩ ધાતકીખંડ અધિકાર–ગાથા ૧૫. તેમાં ઈષકાર પર્વત, ધાતકી વૃક્ષ, - વર્ષ, વર્ષધર, મેરૂ વિગેરેનું સ્વરૂપ કહ્યું છે. ૪ કાલેદધિ અધિકાર–ગાથા ૨. તેમાં વેળાની વૃદ્ધિ તથા ગોતી– રહિત એક સરખે ૧૦૦૦ એજન ઉડા કાલેદધિ છે એમ કહ્યું છે, તથા તેમાં રહેલા સૂર્યચંદ્રના દ્વીપોની સંખ્યા વિગેરે કહેલ છે. ૫ પુષ્કરાર્ધદ્વીપ અધિકાર–ગાથા ૧૫. તેમાં માનુષેત્તર પર્વતથી વિટા યેલા પુષ્કરાઈ દ્વીપનું વર્ણન કર્યું છે. ૬ અઢીદ્વીપની બહારને અધિકાર–ગાથા છે. તેમાં માનુષેત્તર ને ઈષકાર પર્વત, નંદીશ્વર, કુંડળ ને રૂચક દ્વીપ વિગેરેમાં રહેલા જિનચૈત્ય અને દિક્યુમારિકાના નિવાસકૂટની સંખ્યા તથા ઉપસંહાર કહ્યો છે. આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુજનને અને વિશેષ કરીને નવા અભ્યાસીઓને અતિ ઉપયોગી છે તે સૈ કેઈના જાણવામાં જ છે. આનું ભાષાંતર પણ પ્રકરણરત્નાકર ભાગ ચેથામાં ગાથાઓ સાથે છપાયેલું છે, પરંતુ તેમાં કઈ કોઈ સ્થળે અપૂર્ણતા, સંક્ષેપ અને જુની પદ્ધતિની ભાષા હોવાથી તેમ જ જરૂરી યંત્રો મૂકેલા ન હોવાથી વર્તમાન કાળના અભ્યાસીઓને કાંઈક મુશ્કેલી પડે છે, એમ જાણવામાં આવતાં ટીકાસહિત મૂળ ગ્રંથનું પ્રાય: અક્ષરશ: ભાષાંતર કરવામાં આવ્યું છે. મૂળ ગ્રંથમાં છાપેલા યંત્રો ઉપરાંત બીજા પણ ઘણું ઉપચાગી યંત્રે યોગ્ય સ્થળે મૂકવામાં આવ્યા છે. પરિધિ, ગણિતપદ વિગેરેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 202