Book Title: Laghu Kshetra Samas Prakaranam
Author(s): Ratnashekharsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન. આ લઘુક્ષેત્રસમાસ પ્રકરણ નંબુદ્વીપ વિગેરે અઢીદ્વીપનું સ્વરૂપ જાણવા માટે ખાસ ઉપયોગી છે. તે ભાષાંતર સાથે પ્રકરણરત્નાકર ભાગ ચેથામાં છપાયેલ છે, છતાં તે વિભાગ અત્યારે લભ્ય ન હોવાથી તેમજ તેની અંદર જણાતી યંત્રાદિકની અપૂર્ણતા પૂર્ણ કરવાની આવશ્યક્તા જણાવાથી ગુરૂણજી લાભશ્રીજીએ શ્રાવિકાવર્ગને ઉપદેશ કરી તેમની સહાયથી આ પ્રકરણ પ્રસિદ્ધ કરવાની યોજના કરવાનું મને સોંપ્યું, તેથી બનતા પ્રયાસે તે પ્રકરણ જેમ વધારે ઉપયોગી થાય તેમ કરવા પ્રયત્ન કર્યો છે, તે આ પ્રકરણના પ્રથમના અથવા નવા અભ્યાસીઓ વાંચશે એટલે સહેજે સમજી શકશે. આ પ્રકરણની પ્રાંતે અઢીદ્વીપમાં રહેલા શાશ્વત પદાર્થોનું યંત્ર જુદા જુદા ૪૦ પ્રકારનું નવું બનાવીને મૂક્યું છે. તે યંત્ર ઘણું જરૂરી હકીક્તને પૂરી પાડે તેવું છે. જંબુદ્વીપ, ધાતકીખંડ ને પુષ્કરાઈ ત્રણેમાં આવેલા તમામ પર્વતની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ ને આકૃતિ વિગેરે બતાવનાર યંત્રો તે ત્રણે અધિકારની પ્રાંતે મૂકેલા છે. આ ગ્રંથ મુખપાઠ કરેલ હોય તેને તેમ જ નવા મુખપાઠ કરવાના ઈચ્છકને પાઠ કરવાની અનુકૂળતા થવા માટે આ ગ્રંથ (ગાથા ૨૬૩) મૂળમાત્ર પ્રાંત ભાગમાં આપેલ છે. ગુરૂણીજી લાભશ્રીજી સંસ્કૃત ભાષાના અભ્યાસી છે. નિરંતર નવું નવું વાંચન સ્વયમેવ તેમ જ બીજી સહાય મેળવીને કરનારા છે. સમુદાયની સંભાળ લેનારા અને વૃદ્ધ થયેલ હોવાથી પરિણત મતિવાળા છે. તેમને આવા પ્રકરણાદિ બહાર પાડવાની ઘણું ઉમેદ વતે છે. તેમની જ પ્રેરણાથી અને સહાય મેળવી આપવાથી અમારી સભા શ્રી ઉત્તરાધ્યયન, જ્ઞાતાધર્મકથા, વિપાક સૂત્ર વિગેરે છપાવવા ભાગ્યશાળી થયેલ છે અને આગળ ઉપર અંતઋતદશાંગ, અનુત્તરોવાઈ નિર્યાવળી વિગેરે સૂત્રો પણ તેવી જ ઢબથી છપાવવાની ઈચ્છા રાખે છે. આ પ્રકરણનું પ્રકાશન તેમની જ પ્રેરણું અને ઉપદેશનું પરિણામ છે. આ શુભ કાર્યમાં સહાય આપનાર શ્રાવિકાઓના નામનું લીસ્ટ આ સાથે આપવામાં આવ્યું છે, તે અન્ય શ્રાવિકાઓને આવા જ્ઞાનવૃદ્ધિના કાર્યમાં સહાય કરવાનું સૂચવનાર છે. આ સાથે ભાષાંતરકર્તા શાસ્ત્રી જેઠાલાલે જુદી પ્રસ્તાવના લખેલી હોવાથી આ નિવેદનમાં વધારે વિસ્તાર કરવામાં આવ્યું નથી. આવા જ્ઞાનવૃદ્ધિના કાર્યમાં સહાય આપવાની મારી ફરજ સમજીને મેં આ ગ્રંથ સારી રીતે પ્રસિદ્ધ થાય તેવી યોજના કરી આપી છે. માર્ગશીર્ષ શુદિ ૧૫ ને કુંવરજી આણંદજી. . સં. ૧૯૦ ૭ શ્રી જે. ધ. પ્ર. સભાના પ્રમુખ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202