________________
કેવળી પ્રભુનો સાથ
ગ્રહણ કરી એ અઘાતિ કર્મના નીચેના ભાગમાં તે પરમાણુઓને રોપે છે. યોગ્ય સંખ્યામાં પરમાણુઓ એકત્રિત થાય ત્યારે તેનો વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટમાં એકત્રિત થયેલા અઘાતિ કર્મનાં પરમાણુઓનો જથ્થો પણ બળતો જાય છે. શ્રી પંચપરમેષ્ટિના અને અઘાતિ કર્મનાં પરમાણુઓના પ્રકારમાં ઘણો તફાવત હોવાથી બંને જુદાં જ રહે છે. આ વિસ્ફોટ વખતે જીવ પંચપરમેષ્ટિનાં પરમાણુઓના સાથથી લોક સમસ્તના જીવોની ક્ષમા યાચના કરે છે. અને તેને લીધે બંને પ્રકારનાં પરમાણુઓ એકત્રિત થઈ વિસ્ફોટ પામે છે. આમ થવાનું કારણ એ છે કે ક્ષમાપના કરવાથી જીવ ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને – ઉરિણા કરીને વર્તમાનમાં વિપાક ઉદય રૂપે ભોગવે છે – જેને શ્રી પ્રભુ વિપાક પ્રદેશોદય’ તરીકે ઓળખાવે છે.
આ જીવ આજ્ઞાધીનપણાના ધુવબંધની સહાયથી પોતાનાં અંતરાય તોડતો જાય છે, એટલે અંદરમાં જીવના પ્રદેશો પ્રભુને કરેલા સમર્પણભાવથી ઘાતિકર્મની અંતરાય તોડે છે અને બહારમાં શેષ રહેલા પંચપરમેષ્ટિના પરમાણુઓ અઘાતિ કર્મનાં અંતરાયનો ક્ષય કરે છે. આમ બંને બાજુથી અંતરાય કર્મનો ક્ષય થતો હોવાથી, જીવની અંતરંગ અંતરાયનો પટ્ટો ક્રમે ક્રમે ક્ષીણ થઈ જાય છે. આ ક્ષય થતાં જ આત્મપ્રદેશો અઘાતિ કર્મના સીધા સંપર્કમાં આવે છે અને જીવ પ્રદેશોદયથી અઘાતિ કર્મને ભોગવી શકે છે. આ જ સિધ્ધાંતથી કેવળી સમુદ્ધાતમાં શ્રી કેવળ પ્રભુ માત્ર ચાર (કુલ આઠ સમયના સમુદ્યામાં) સમયમાં સર્વ અઘાતિ કર્મને સમ કરે છે.
ઘાતિ કર્મની બાબતમાં પહેલાં કાળ ઓછો થાય છે, અને તીવ્રતા (intensity) પછીથી ઘટે છે, અને અઘાતિ કર્મમાં પહેલાં તીવ્રતા તૂટે છે અને પછીથી કાળ ઘટતો જાય છે. આવા પુરુષાર્થનાં ફળરૂપે આત્મા જીવમાંથી શિવ બની સર્વકાળને માટે સિદ્ધભૂમિનો નિવાસી થાય છે. સિદ્ધભૂમિમાં નિવાસ કરવા માટે જીવે એ માટેની યોગ્યતા મેળવવી પડે છે, અને સિધ્ધાત્મા સાથેનું ઋણ પણ બાંધવું જોઇએ એ સમજણ પણ વિચારતાં સ્પષ્ટ થાય છે. એ કેવી રીતે તે જાણવા આપણે પ્રયત્નવાન થઈએ.
સંસારી સર્વ સંબંધ તથા ઋણાનુબંધમાં માત્ર પરમાર્થિક આજ્ઞાથી પરમાત્મા પ્રત્યે ઋણ વધારી, એ ઋણથી સંસારી ઋણાનુબંધને સર્વકાળ માટે નિ:શેષ કરી, પરમાત્મ
४४