________________
કેવળી પ્રભુનો સાથ
એને શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ રૂપે ગ્રહણ કરી પોતાના પ્રદેશ પર સમાન સંખ્યામાં આશ્રવે છે. આ રીતે એ આઠે કેવળીગમ્ય પ્રદેશ પર જીવને પરિભ્રમણથી છોડાવવા માટેનું શાતાવેદનીય કર્મ બંધાવાનું શરૂ થાય છે.
ભાવિ તીર્થંકર પ્રભુની બાબતમાં આ પ્રક્રિયામાં થોડો ફેરફાર થાય છે કેમકે તેમનો સાતમો અને આઠમો પ્રદેશ એક સાથે એક જ તીર્થંકર પ્રભુથી ખૂલ્યા હોય છે, એટલે કે તેમના આઠે રુચક પ્રદેશો એક જ તીર્થંકર પ્રભુથી ચકપણું પામ્યા હોય છે. આથી તેમના કેવળીગમ્ય પ્રદેશો છ સૂચક પ્રદેશની પ્રદક્ષિણા કર્યા પછી સાતમા તથા આઠમા સુચક પ્રદેશની એક સાથે સવળી પ્રદક્ષિણા કરે છે. બંનેની ઓળખ એક સાથે ગ્રહણ કરી આગળની છ પ્રદેશની ઓળખમાં અંતર્ગત કરે છે, ભેળવે છે, અને એ ઓળખને કેવળીગમ્ય પ્રદેશોમાંથી બહાર કાઢી, તેનું મિશ્રણ બનાવી તેનો વિસ્ફોટ કરી તેને ફરીથી શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ રૂપે ગ્રહણ કરી પોતાના પ્રદેશ પર સમાન સંખ્યામાં આશ્રવે છે. અને તેના આઠે પ્રદેશો પર જીવને પરિભ્રમણથી છોડાવવા માટેનું શાતાવેદનીય કર્મ બંધાવાનું શરૂ થાય છે. કેવળીગમ્ય પ્રદેશો દ્વારા થતી રુચકપ્રદેશની ઓળખની પ્રક્રિયામાં આ ફેરફાર હોવાનું કારણ એ છે કે ભાવિ તીર્થકરના આઠે રુચક પ્રદેશો એક જ કક્ષાના હોય છે, ત્યારે અન્યની બાબતમાં આઠમો પ્રદેશ અન્ય સિદ્ધાત્માથી થયેલો હોવાથી જુદા પ્રકારનો હોય છે.
બંધાયેલા શાતાવેદનીય કર્મની નિવૃત્તિ અર્થે આઠે કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થાય છે. તેની સહાયથી તે જીવ પાંચ મિનિટ સુધીનું ઉપશમ સમ્યક્ત્વ મેળવવા સદ્ભાગી થાય છે, અને અન્ય સપુરુષોનો સાથ લેવાનું સામર્થ્ય મેળવી પોતાના સદ્ભાગ્યમાં તે જીવ વૃદ્ધિ કરે છે. આમ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ જીવને આત્મશુદ્ધિ કરવા માટે અનિવાર્ય છે તે સમજાય તેવી હકીકત છે.
આઠે કેવળીગમ્ય પ્રદેશો પોતે ગ્રહણ કરેલાં શતાવેદનીય કર્મનાં પરમાણુઓની નિવૃત્તિ કરવા યોગ્ય પુરુષાર્થ આદરે છે; જેના થકી તે જીવના અશુદ્ધ પ્રદેશો
૧૭૨