________________
કેવળી પ્રભુનો સાથ
તમામ વૈભવોમાં આત્મવૈભવને અગ્રસ્થાને સ્થાપી, સર્વોત્તમ આત્મશુદ્ધિ કરવાના નિર્ણય સુધી પહોંચે છે ત્યારે તેને સદ્ગુરુનું અવર્ણનીય મહાત્મ્ય સમજાય છે, એટલું જ નહિ પણ, પોતાની જાણકારી માટે જાગતા સર્વ પ્રશ્નોનું સમાધાન આત્મસિદ્ધિશાસ્ત્રને વિચારવાથી મળી રહે છે, એ લક્ષ તેને આવે છે. આ શાસ્ત્રમાં વર્તમાનમાં થયેલી ધર્મની સ્થિતિ, તારણહાર ગુરુનાં લક્ષણો, જે જીવને છૂટવાના ભાવ નથી તેવા મતાર્થી જીવનાં લક્ષણો, જેણે આત્માને પરિભ્રમણથી છોડાવવાનો નિર્ણય કર્યો છે તેવા આત્માર્થીનાં લક્ષણો, જીવને આત્મા સંબંધી મુંઝવતા વિવિધ પ્રશ્નો અને તેનું સમાધાન, વગેરે સરળ છતાં સંક્ષેપમાં ઘણું ઘણું સમજાવી જાય એ રીતે મૂકાયું છે. શિષ્ય જો ગુરુએ બતાવેલા માર્ગે ચાલે તો તે સમ્યક્ત્વથી શરૂ કરી મુક્તિ સુધીનો વિકાસ પામી શકે તેનું નિર્દેશન પણ અહીં થયું છે. આ સર્વ સાદી ભાષામાં સમજાવવાનો સભાન પ્રયત્ન મેં પર્યુષણમાં પ્રભુના સાથથી કર્યો હતો. આથી આ વર્ષનાં પર્યુષણમાં અત્યાર સુધીનાં વિષયોનો નિચોડ વ્યક્ત થયો હતો. સાથે સાથે મુક્તિસુંદરીને વરવાનો સભાન પુરુષાર્થ કરવાની સૂચના શ્રી પ્રભુ તરફથી સહુ જીવોને પ્રાપ્ત થઈ હતી.
આત્માને શુદ્ધ કરવાનો નિર્ણય કર્યા પછી, એ દિશામાં જીવ એક પગલું આગળ માંડે છે. જીવનાં હ્રદયમાં સત્પુરુષનું મહાત્મ્ય યથાર્થ રીતે સ્થપાયું હોવાથી તે સત્પુરુષનો પૂજારી બને છે ભક્ત બને છે. સત્પુરુષની ઇચ્છાનુસાર અને આજ્ઞાએ ચાલવું જરૂરી છે તેવો નિર્ણય તેનાં મનમાં પ્રકાશિત થાય છે. આ રીતે ભક્તિભાવસહિત વર્તવાનું ફળ છે અમરત્વ. દેહાદિની ઉત્પત્તિ તથા લયથી પર સ્થિતિ લાવવી, એ સત્પુરુષનો આશ્રય દૃઢ કરી વર્તવાનું ફળ છે. આવી અનન્ય રીતે કઈ રીતે વર્તી શકાય તે જણાય છે શ્રી માનતુંગાચાર્ય રચિત શ્રી ‘ભક્તામર સ્તોત્ર'નો અભ્યાસ કરવાથી. બળવાન ઉપસર્ગમાં સપડાયેલા શ્રી માનતુંગાચાર્ય શ્રી આદિનાથ પ્રભુની અનન્ય ભક્તિ કરવા દ્વારા કેવી રીતે ઉપસર્ગને પાર કરી ગયા હતા તેનો ચિતાર આપણને આ સ્તોત્રમાંથી મળે છે. આથી ઈ. સ. ૧૯૮૨ના પર્યુષણ માટે જ્યારે ‘ભક્તામર સ્તોત્ર' લેવાનું આવ્યું ત્યારે
—
૨૪૬