________________
કેવળી પ્રભુનો સાથ
મને સુંદર તક મળી છે, તો તેનો પૂરો લાભ લઈ મારે સુધરવું છે. પ્રભુ મને જરૂર સુધારશે.
આ વિષયના આધારરૂપે મેં શ્રીમની જીવનસિદ્ધિ માટે લખેલો શ્રી કૃપાળુદેવનો આત્મવિકાસ રાખ્યો. તેમનાં પત્રો તથા અન્ય લખાણનું આ દૃષ્ટિથી અવલોકન કર્યું, અને તેમનાં જીવનનાં ચારે તબક્કામાં પ્રત્યેક વર્તનમાં રહેલાં મંગલપણાનાં તત્ત્વો દૃષ્ટિગોચર થવાં લાગ્યાં. તેમનાં ખીલતા જતા ગુણોની પ્રતીતિ આવતી ગઈ. ધર્મનાં દશે લક્ષણો તેમનાં કાર્યોમાં તથા લખાણમાં પ્રતિબિંબિત થતાં દેખાયાં. આમ પ્રાથમિક તૈયારી થયા પછી, પ્રભુને સાચું લખાવવા માટે પ્રાર્થના કરતાં કરતાં પૂર્વકૃત ભૂલોની ક્ષમા માગતાં માગતાં લખાણની શરૂઆત કરી. વિધાનોનાં સમર્થન અર્થે પ્રભુની સહાયથી યોગ્ય વચનો પણ ચૂંટટ્યા, અને એ રીતે ધર્મનું મંગલપણું જીવનમાં કેવી રીતે ફૂટ થાય છે તેની જાણકારીની મજા માણતાં માણતાં પર્યુષણ માટેનું એ લખાણ પૂરું કર્યું. રાજપ્રભુના ચાહકોને એ પર્યુષણમાં ભાવવિભોર બની તેમનાં જીવનની ખૂબીઓ તથા પુરુષાર્થની ઉત્તમતા જાણવાથી એમના જેવા થવાના ભાવો ઉલસવા લાગ્યા. તેમનાં હૃદયમાં આ પંક્તિ વારંવાર ગુંજવા લાગી...
અમૃતસાગર પરમાત્મસ્વરૂપ રાજપ્રભુની કૃપાથી મારે રાજપ્રભુ જેવા થાવું છે.'
આ પછી પ્રભુનાં જીવનની વારંવાર વિચારણા કરતા રહેવાથી ધર્મનાં સનાતનપણા સાથે મંગલપણાનું કેટલું મહત્ત્વ છે તે મને સમજાતું ગયું. અને એમના જેવો પુરુષાર્થ કરી આજ્ઞામાર્ગમાં આગળ વધવા હૃદય ઉત્સુક થતું ગયું.
ધર્મનાં મંગલપણાને પામવા માટે, મૂળમાં જીવનું ક્યું વર્તન જરૂરી છે તેની સમજણ બહુ વર્ષો પહેલાં આવવાની શરૂ થઈ હતી. પણ તે બધું છૂટક છૂટક અને અછડતા મુદ્દારૂપે આવતું જતું હતું. એનાથી મને એટલો લક્ષ આવ્યો હતો કે પ્રભુનાં શરણમાં રહી, પોતાની ઇચ્છાનુસાર નહિ પણ પ્રભુની
૨૯૪