Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 346
________________ પરિશિષ્ટ ૧ ગુણો, અરૂપી - ગુણોનું અતિ સૂક્ષ્મતા સહિતનું રૂપ, જે દૃષ્ટિગોચર ન થાય, પણ અનુભવી શકાય. તામસી વૃત્તિ - જેમાં ક્રોધ કષાયનું બાહુલ્ય હોય તેવી પ્રકૃતિ. ગુરુ, અરૂપી - કલ્યાણનાં પરમાણુમાં રહેલા આજ્ઞારસ દ્વારા મળતું ગુરુનું સૂક્ષ્મ માર્ગદર્શન. ગુરુ, રૂપી – સદેહે વિદ્યમાન ગુરુ. ચારિત્ર - શ્રી પ્રભુની આજ્ઞામાં રહી, પોતાના રાગદ્વેષને તથા કષાયને ક્રમથી ઘટાડતા જઈ નિ:શેષ કરવા. આ કાર્ય કરવા માટે જીવ સંવર તથા નિર્જરાનાં ઉત્તમ સાધનોમાં આજ્ઞાને વણી લે છે. કેષગુણ - અન્યની અદેખાઈ, ઇર્ષ્યા અનુભવાય તે દ્વેષ. કર્મ તથા અશુભભાવ પ્રતિ દ્વેષ કરી આત્મગુણ પ્રગટાવવા તે દ્વેષગુણ. ધુવબંધ (આજ્ઞાનો) - કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાથી જ્યારે અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન બની, આજ્ઞાધીનપણાની ભૂમિકા એવી હદે પહોંચાડે છે કે જેથી એ સાધકનો આત્મા સ્થૂળરૂપે સતત આજ્ઞાધીન રહેતો થાય છે, જેને સ્થૂળરૂપે અથવા વ્યવહારથી આજ્ઞાનો ધુવબંધ કહેવાય છે. આજ્ઞાનો ધુવબંધ થયા પછી તે સાધકનો આત્મા વ્યવહારથી અશાતાના ઉદયોમાં આજ્ઞાધીન રહે છે પણ શાતાનાં નિમિત્તો આવતાં તેનું આજ્ઞાધીનપણું ઓછું અથવા નહિવત્ થઈ જાય છે. ચારિત્ર, ક્ષાયિક - સર્વ પ્રકારનાં મોહના ક્ષય પછી પ્રગટતું શુદ્ધ ચારિત્ર. આ ચારિત્ર આત્માને તેરમા તથા ચૌદમાં ગુણસ્થાને વર્તે છે. ચેતનગુણ - જીવનું ચેતનત્વ પ્રગટ કરે છે. ચૈતન્યઘન - સિદ્ધભૂમિમાં સર્વ શુદ્ધાત્માઓ એકબીજાની આસપાસ એવી રીતે વસે છે કે તેનો બાહ્ય આકાર ઘનસ્વરૂપ થાય છે, અને સર્વ કર્મપરમાણુઓ નીકળી જવાથી તે એવો સઘન બને છે કે એક પણ પુદ્ગલ પરમાણુ ત્યાં ટકી શકતું નથી. ચેતનગુણના પ્રભાવથી જીવની આ દશા ઉત્પન્ન થાય છે તેથી તેનું રૂપ ચેતનાન કહેવાય છે. ધુવબંધ (પૂર્ણ આશાનો) - જીવ જ્યારે આજ્ઞાના ધુવબંધથી આગળ વધવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંસારી સુખને ગૌણ કરે છે, અને સિદ્ધનાં સુખને આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રાધાન્ય આપે છે, ત્યારે તેને પ્રભુ તરફથી પૂર્ણ આજ્ઞાના ધ્રુવબંધની પ્રાપ્તિ થાય છે. જે પ્રદેશો આજ્ઞાના ધુવબંધની સ્થિતિ મેળવે છે તેઓ અન્ય પ્રદેશને કરેલા કલ્યાણભાવના દાનના પ્રભાવથી શુભાશુભ એમ બંને પ્રકારના ઉદયમાં આજ્ઞાધીન રહેવા માટે પુરુષાથી થાય છે, સાથે સાથે તે વિશેષ કલ્યાણભાવ વેદી દાસાનુદાસ - દાસ(નોકરીના પણ દાસ. અતિ લઘુરૂપ. ૩૧૭

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370