Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 348
________________ પ્રદેશો, કેવળીગમ્ય - આત્માના એવા પ્રદેશો જેના પર માત્ર શુભ અઘાતી કર્મના પરમાણુ લાગેલા છે અર્થાત્ કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ નથી હોતું. પ્રદેશો, સાધુસાધ્વી સમાન - આત્માના એવા પ્રદેશો કે જેની વિશુદ્ધિ તથા કલ્યાણભાવ સાધુસાધ્વીની કક્ષાના હોય છે. તેમને સ્વકલ્યાણ કરવાનો તથા વિનયભાવની ભાવના સહિત જગતજીવો માટે કલ્યાણભાવ વર્તતો હોય છે. પ્રદેશોદય (વિપાક) ક્ષમાપના કરવાથી જીવ ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને ઉદ્દીરણા કરીને વર્તમાનનાં વિપાક ઉદયરૂપે ભોગવે છે - જેને શ્રી પ્રભુ ‘વિપાક પ્રદેશોદય’ તરીકે ઓળખાવે છે. – પ્રાર્થના, અરૂપી - એક રૂપી ગુરુ કે પ્રભુ પાસે પ્રાર્થના કરવાને બદલે જો પંચપરમેષ્ટિના સ્કંધને પ્રાર્થના કરવામાં આવે ત્યારે તે અરૂપી પ્રાર્થના બને છે. અરૂપી પ્રાર્થના થકી એક રૂપી વ્યક્તિગત દાતાર પાસે જ મને સમાધાન મળશે એવા ભાવમાં જવાથી બંધાતી પરમાર્થ અંતરાયથી જીવ બચી શકે છે. પુરુષાર્થ, અરૂપી સંસારથી છૂટવા માટે માત્ર વેદન દ્વારા થતો પ્રાર્થના, ક્ષમાપના અને સ્મરણનો અતિ સૂક્ષ્મ પુરુષાર્થ અરૂપી પુરુષાર્થ કહેવાય. - પૂર્ણ કલંકરહિત અડોલ દશા આજ્ઞાની એવી અપૂર્વ સ્થિતિ કે જેમાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ બંને તરતમતા વિના કાર્ય અને કારણરૂપ બની સાથે રહે છે. જેના પ્રભાવથી એક સમય માટે પણ તે આત્મા સ્વરૂપથી ચૂત થતો નથી. તે સ્થિતિ જે સિદ્ધપ્રભુ માણે છે તેને પૂર્ણ કલંકરહિત અડોલ દશા કહેવાય છે. આવી શુધ્ધ અવસ્થામાં કોઈ પણ સ્થૂળ કે સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યનો કોઈ પણ માત્રામાં સ્પર્શ રહેતો નથી. વળી, આત્માની સ્વરૂપસ્થિરતા એટલી બળવાન થાય છે કે ભાવિમાં પણ કયારેય એવો સંપર્ક થવો સંભવતો નથી. પરિશિષ્ટ ૧ - પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા - પૂર્ણ શુદ્ધિ પામ્યા પછી જે સહજદશાનો - સ્વભાવનો અનુભવ આત્માને થાય છે તે. પૂર્વધારી, ચૌદ - સર્વ શાસ્ત્રોમાં ‘પૂર્વ' એ સર્વોત્તમ શાસ્ત્ર છે. પૂર્વની સંખ્યા ચૌદની છે. તેમાં કેવળીભગવાનને હોય છે તે કહી શકાય એવા સર્વ જ્ઞાનનો સમાવેશ છે. આ ચૌદ પૂર્વના અભ્યાસી ચૌદપૂર્વધારી કહેવાય છે. ૩૧૯ બ્રહ્મચર્ય સમાધિ - બ્રહ્મમાં ચરવું અર્થાત્ સ્વરૂપમાં રમવું એ બ્રહ્મચર્ય. તે દશામાં વિશેષ કાળ રહેવાય તે બ્રહ્મચર્ય સમાધિ. બ્રહ્મરસ બ્રહ્મરસ એટલે આત્માના અપૂર્વ સ્વભાવમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપથી ઉપજતો અને આત્માના સહજાનંદને કારણે છલકાતો પૌદ્ગલિક સુધારસ.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370