________________
કેવળી પ્રભુનો સાથ
તથા નિર્જરા એકી સાથે મોટા પ્રમાણમાં થાય છે.
બોધરસ - શ્રી પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી
જીવને જે બોધ પ્રાપ્ત થાય છે તે બોધરસ કહેવાય છે કેમકે ઉત્તમ બોધ પ્રવાહીરૂપ હોય છે.
ભક્તિ, આજ્ઞા - આજ્ઞાભક્તિ જુઓ. ભક્તિ, પરમ - ઉત્તમ ભક્તિ જેમાં ભક્તિના
ગુણો ઉત્કૃષ્ટતાએ ખીલે છે. ભક્તિ, પરા - ઉત્તમ ભક્તિ, જ્ઞાનીપુરુષના સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું.
ભાવ, અશુદ્ધ - જીવનાં સર્વ પ્રકારના વિભાવભાવ
અશુધ્ધ ભાવ છે, કેમકે તેના લીધે જીવને નવાં કર્મબંધનો થતાં રહે છે.
મહાસંવર (આજ્ઞામાર્ગપ્રેરિત કલ્યાણપ્રેરિત) -
મહાસંવરના માર્ગમાં જીવ જ્યારે આજ્ઞાની પૂર્ણતા મેળવવા આરાધના કરે છે અર્થાત્ પોતાની ચેતન પર્યાયમાં જ્યારે પુગલની નિર્જરા આજ્ઞાંકિતપણે કલ્યાણના આજ્ઞારસથી કરે છે, ત્યારે તે જીવ મહાસંવર માર્ગની પૂર્ણતાને અનુભવે છે, જે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ છે. મંગલપણું, ધર્મનું - ધર્મ કોઈ પણ અપેક્ષાથી, કોઈ
પણ કાળે જીવને કલ્યાણકારી થાય છે, અને તેની પ્રતીતિ તેનાં દશ લક્ષણો જેવાં કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, ઉત્તમ માર્દવ, ઉત્તમ શૌચ આદિથી આવે છે. આ કલ્યાણ કરવાની
ધર્મની શક્તિ તે ધર્મનું મંગલપણું છે. માનગુણ - માનગુણની સહાયથી જીવને શ્રુતિ,
શ્રદ્ધા, અને શ્રમથી ઉપજતા મહાઆશ્રવ તથા મહાસંવર માર્ગની પ્રાપ્તિનું સ્વાભિમાન હોય છે એટલું જ નહિ પણ એનાથી ઉપજતી ઉચ્ચ પરમાર્થ દશાનું પણ સ્વાભિમાન વર્તે છે. આ સ્વાભિમાનને જાળવવા જીવ પોતાના પૂર્વકૃત દોષો સામે અડગ અને અડોલ રહેવા પુરુષાર્થી થાય છે. સંસારી માનને બદલે જીવ પરમાર્થિક માન પ્રતિ વળે તે માનગુણ.
ભાવ, શુદ્ધ - જીવના એવા પ્રકારના ભાવ કે જેનાં ફળરૂપે નવાં કર્મો વધતાં નથી; જીવની શુદ્ધિ વધતી જાય છે.
ભાવિનયગમ નય - ભવિષ્યમાં શું થવાનું છે તેની
નય અર્થાત અપેક્ષાથી જાણકારી મેળવવી. ભેદજ્ઞાન - દેહ અને આત્માનું ભિન્નપણું
અનુભવવું.
મધ્યસ્થતા - તટસ્થપણું, અલિપ્તતા. કોઈ એક
બાજુ ખેંચાઈ ન જવું. મહાઆશ્રવ - મોટો આશ્રવ - આત્માના ગુણને | મોટા પ્રમાણમાં આવકારવા. જેમાં સંવર
માયાગુણ - માયાગુણથી જીવ કોઈ અપેક્ષાએ
માયા કરી ભાવિના સુખની તીવ્ર ઇચ્છા એક તરફથી કરે છે, અને બીજી તરફ વર્તમાનમાં
૩૨૦