Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 321
________________ કેવળી પ્રભુનો સાથ સ્વરૂપે વિચરવું મારા માટે એક બળવાન કારણ હતું. પર્યુષણ સારી રીતે વ્યતીત થયા અને સહુને પ્રભુ તરફથી જીવ પર થતા ઉપકારની વણઝાર જાણવા તથા માણવા મળી હતી તેનો આનંદ વર્તતો હતો. શ્રી અરિહંત ભગવાન જગતજીવો પર અનેક પ્રકારના ઉપકાર કરે છે. તેમાંનો એક આદરણીય ઉપકાર એ છે કે તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ધર્મની સ્થાપના કરે છે અને તેમાં તેઓ સનાતનપણાનું તથા મંગલપણાનું રોપણ કરે છે. આ ધર્મ કેવો મંગલમય છે, ધર્મનું અસ્તિત્ત્વ ન હોત તો સંસારી જીવોની સ્થિતિ કેવી હોત, વગેરેની વિચારણા કરવા તથા તેનાં ઉત્તમ લક્ષણોની વિચારણા કરવા ઈ.સ.૨૦૦૧ના પર્યુષણ માટે વિષય આવ્યો હતો “ધર્મ એ સર્વોત્તમ મંગળ છે'. ધર્મનું મંગલપણું સમજવા માટે પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરતી હતી ત્યારે વીજળીના ઝબકારાની જેમ મારા મનમાં ઝબકારો થયો કે પ્રભુએ ધર્મનાં જે દશ લક્ષણો જણાવ્યાં છે તેની વિચારણા કરીશ તો તને ધર્મનું મંગલપણું અનુભવવા મળશે. મને માર્ગ મળી ગયો. ધર્મનાં દશ લક્ષણો તે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય, અને ઉત્તમ બહ્મચર્ય છે, એની વિચારણા કરતાં કરતાં પ્રભુ તરફથી મને સમજણ મળી કે અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ અને સંસારભાવના વિચારવાથી જીવને ધર્મનું શ્રદ્ધાન જાગે છે, અથવા ધર્મવિહીન પ્રાણી સંસારમાં વિવિધ પ્રકારનાં કષ્ટો કેવી રીતે સહે છે તે આ ભાવનાઓ સમજાવે છે. આ ભાવનાની સમજણ લેવાથી જીવ ક્ષમા, માર્દવ, આર્જવ, તથા શૌચગુણ ખીલવવા પ્રેરાય છે. પરિણામે તે અશુભ કર્મોનો આશ્રય તોડવા પુરુષાર્થ થાય છે, નવાં આવતાં કર્મોનો સંવર કરવા પ્રેરાય છે અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરવા કટિબધ્ધ થાય છે. આ પ્રકારે કર્મની જાળથી તે આશ્રવ, સંવર તથા નિર્જરા એ ત્રણ ભાવનાના આધારથી છૂટી જાય છે. અને તે ઉત્તમ સત્ય તથા ઉત્તમ સંયમ પ્રગટાવવા ભાગ્યશાળી બને છે. લોકસ્વરૂપભાવના, બોધદુર્લભભાવના અને ધર્મદુલભભાવના વિચારવાથી જીવને સમજાય છે કે ૨૯૨

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370