Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 337
________________ કેવળી પ્રભુનો સાથ છૂટાં પાડવાં લગભગ અસંભવ થઈ જાય છે. આ દશાએ પહોંચવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય આદિ પાંચ મહાવ્રત ઊંડાણથી જાણવા અને પાળવાં જરૂરી બને છે. આ પાંચ મહાવ્રત સાધુસાધ્વીથી શરૂ કરી સિદ્ધાત્મા સુધીનાં આત્માઓ કેવી રીતે પાળે છે, તેમનામાં વ્રતપાલનની દૃષ્ટિએ કેવી તરતમતા રહેલી છે કે જેથી પરમેષ્ટિનાં પાંચ વિભાગ થઈ જાય છે; તે સર્વની મધ્યમથી શરૂ કરી ઊંડાણભરી જાણકારી આરાધકને આવતી જાય છે. તે બધાંની ભેદરહસ્યો સાથેની જાણકારી શ્રીમદ્ રાજચંદ્ર રચિત ‘અપૂર્વ અવસર' કાવ્યમાં ગૂંથાયેલી છે તે મને સમજાવા લાગ્યું હતું. આ બધાનો સમાવેશ ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ માં કરવાનો આદેશ શ્રીપ્રભુ તરફથી મને મળ્યો હતો. મેં શક્તિ અનુસાર આ કાર્ય કરવાનો ભાવ રાખી, શ્રી પ્રભુ તથા ચિ.નેહલની સહાયથી ઈ.સ.૨૦૦૮નાં પર્યુષણનું લખાણ મેં ઈ.સ.૨૦૦૬ના નવંબર મહિનામાં પૂરું કર્યું હતું. સાથે સાથે ‘શ્રી કેવળ પ્રભુનો સાથ” લખવાનું પણ ચાલતું હતું. ઈ.સ.૨૦૦૭ની શરૂઆતમાં જ ઈ.સ.૨૦/૯નાં પર્યુષણ માટે ટાંચણ આદિ કરાવવાં શરૂ થયા. અને માર્ચ મહિનાથી “શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ' વિશે વ્યવસ્થિત લખાણ શરૂ કરાવ્યું જે એપ્રિલ મહિનાના અંતભાગમાં પૂરું થયું હતું. પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિ પામવા માટે આજ્ઞાની પૂર્ણ સિદ્ધિ કરવી કેટલી જરૂરી છે, તે સમજાયા પછી એ સિદ્ધિ હાંસલ કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી પંચામૃતરૂપ જે પરમાણુઓ પ્રગટ થાય છે તેને ગ્રહણ કરવાનું મહાભ્ય તેમનાં પરમાણુઓથી બનતા ની શક્તિ તથા મહાભ્ય આદિ મને સમજાવાં લાગ્યાં. તેના અનુસંધાનમાં જે આત્માએ અડોલ સ્થિતિ પ્રાપ્ત કરી હોય તેની સમાધિ કેવા પ્રકારની હોય તેનો અંદાજ શ્રી પ્રભુએ મને અમુક વાસ્તવિક અનુભવ સાથે આપ્યો હતો. આમ ઈ.સ.૨00૯નાં પર્યુષણ માટે ઈ.સ.૨૦૦૭ના માર્ચ એપ્રિલ જેવા ટૂંકા ગાળામાં “શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ'નું સર્જન થયું હતું. આ લખાણમાં નીચેના મુદ્દાઓ આવરી લેવા હું ભાગ્યશાળી બની હતી. પંચામૃત એટલે શું?, ૐની શક્તિ; તેની ૩૦૮

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370