Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 343
________________ કેવળી પ્રભુનો સાથ આત્મદશા આત્માની ગુણ અપેક્ષાએ સ્થિતિ. જેમ જેમ આત્માના મૂળભૂત ગુણો ખીલતા જાય તેમ તેમ આત્મદશા ઊંચી થતી જાય. . આત્માનું વેદન - વેદન, આત્માનું જુઓ. આત્માનુબંધી યોગ છેલ્લા આવર્તનના સંજ્ઞી પંચેન્દ્રિપણામાં બે જીવો વચ્ચેનો ૩૫૦ ભવથી વધારે ભવનો એક જ પ્રકારનો શુભ સંબંધ. આત્માનુયોગ જીવો વચ્ચેનો સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૧૫૦ થી ૨૦૦ ભવનો શુભ સંબંધ, તેમાં ગમે તે સગપણયોગ ચાલે. - આત્મસ્વરૂપ - આત્માનું મૂળભૂત રૂપ, શુદ્ધતાની અપેક્ષાએ. - આભાર, પરમ ઉત્કૃષ્ટ આભારની લાગણી, ઉત્કૃષ્ટ ઉપકારનો ભાવ વેદવો. આસ્થાપ્રેરિત અનુકંપા - ધર્મનું શ્રદ્ધાન એટલે આસ્થા. તેનાથી પ્રેરિત થઈ સર્વ જીવ મુક્તિને પામે એવો લોકકલ્યાણનો ભાવ ઉદ્ભવે તે આસ્થાપ્રેરિત અનુકંપા. આહારક શરીર ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઇ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં આવે છે. - ૩૧૪ આશા, અરૂપી - કલ્યાણનાં પરમાણુઓમાં રહેલા ચેતનરૂપ, ચેતનસ્વરૂપ, અનાદિઅનંત શાશ્વત પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞારસમાંથી ઇન્દ્રિયોની સહાય વિના આત્મપ્રદેશ દ્વારા ગ્રહણ કરીને વેદાતી આજ્ઞા. આશા, પરમ - ઉત્કૃષ્ટતા મેળવવા માટે ગ્રહણ થતી પ્રભુની આજ્ઞા. આજ્ઞાકવચ - સદ્ગુરુ, સત્પુરુષ કે પંચપરમેષ્ટિ ભગવાન પ્રત્યે આજ્ઞાધીનપણાનાં ભાવ વેદવાથી તેમનાં કલ્યાણનાં પરમાણુઓનાં સ્કંધને જીવ ગ્રહણ કરે છે. તે સ્કંધો ગ્રહણ કરવાથી મળતું બખ્તરસમાન રક્ષાકવચને આજ્ઞાકવચ કહેવાય છે, જે જીવને કર્મને ક્ષીણ કરવામાં મદદ કરે છે. આજ્ઞાચક્ર કપાળના મધ્યભાગમાં એ આવેલું છે. જ્ઞાની ભગવંતોને ત્યાંથી કલ્યાણભાવ, તેજ આદિ પ્રગટ થઈ વિસ્તરે છે. આજ્ઞાની પૂર્ણતા આજ્ઞામય સંવેગ, નિર્વેદ, આસ્થા તથા અનુકંપાની ઉત્કૃષ્ટતા. - આજ્ઞાપ્રેરિત સંવ૨ - સંવર એટલે કર્મના આશ્રવને રોકવાનું કાર્ય. તે કાર્ય આજ્ઞાધીનપણે કરવું. આજ્ઞાભક્તિ ગુરુ તથા પ્રભુ પ્રત્યેની ભક્તિને આજ્ઞાથી વેદવી. આજ્ઞામાર્ગની પૂર્ણતા - એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ, તેવી દશા કે સ્થિતિ.

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370