Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 305
________________ કેવળી પ્રભુનો સાથ નિશ્ચયનયની જાણકારી લેવામાં વ્યસ્ત બને છે. આ વાતની પ્રતીતિ મને ત્યારે મળી જ્યારે ઈ.સ. ૧૯૯૩ની ગુરુપૂર્ણિમાથી મેં આ ગ્રંથના અભ્યાસની શરૂઆત કરી. તેમાં મને નિશ્ચય તથા વ્યવહારનયથી લોકમાં વ્યાપી રહેલાં છ દ્રવ્યનો અભ્યાસ કરવાની તક મળી. પૂર્વે વાંચેલ શ્રી કુંદકુંદાચાર્ય રચિત “પંચાસ્તિકાયની પણ આ ગ્રંથ સમજવામાં ઘણી સહાય રહી હતી. બૃહદ્ દ્રવ્ય સંગ્રહમાં ત્રણ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં ૨૭ શ્લોક છે, અને તેમાં જીવ તથા પુદ્ગલનું સ્વરૂપ નિશ્ચય તથા વ્યવહારનયથી સમજાવેલું છે. બીજો અધ્યાય અગ્યાર શ્લોકનો બનેલો છે, અને તેમાં જીવ, પુદ્ગલ સિવાયનાં બાકીના સાત તત્ત્વ આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, પાપ તથા પુણ્યને વિગતથી સમજાવ્યાં છે. તે વિચારતાં જીવને સંવર તથા નિર્જરા કરવાની અગત્ય સમજાય તેમ છે. ત્રીજા અધ્યાયમાં ૨૦ શ્લોક છે, તેમાં વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગનું નિરૂપણ જોવા મળે છે. તેમાં સમ્યત્વનાં લક્ષણો, આઠ ગુણો, રત્નત્રયનું આરાધન, ધ્યાન, તેનું સ્વરૂપ, નમસ્કારમંત્રની ઉપયોગિતા, આદિ સમજાવેલ છે. જીવે સ્વરૂપની સિદ્ધિ કરવા માટે જે ઉપાયો યોજવા જોઈએ તે કેવી રીતે કરવા, એ આ ગ્રંથનું મુખ્ય હાર્દ હતું. તેની જાણકારી મુમુક્ષુઓને માર્ગમાં આગળ વધવા પ્રોત્સાહક બની હતી. આમ ઈ.સ.૧૯૯૩ સુધી એકબીજા સાથે સમાન્ય સંબંધ ધરાવનારા છતાં સ્વતંત્ર કહી શકાય એવા વિષયો મને મળતા ગયા. આ વિષયોનું પૃથક્કરણ કરીએ તો જણાય છે કે પર્યુષણમાં મોટા ભાગે કોઈ મહાન આચાર્યની કૃતિ જ લેવાયેલી છે. જેમણે આત્મદશામાં આગળ વધી, પોતાના અનુભવનો નિચોડ ગ્રંથમાં ઉતાર્યો હોય તેવા ગ્રંથોનો અભ્યાસ કરાવી, તેમાંથી શું ગ્રહણ કરવું તેનું અનુભવગમ્ય માર્ગદર્શન શ્રી પ્રભુ આપણને આપતા જણાય છે. અથવા તો આવા ગ્રંથોની રચના કરનાર જીવોનાં જીવન કેવાં હોય તેનો પરિચય આપતા વિષયો જોવા મળે છે. ઉદા. ત. જીવનો વિકાસક્રમ, કૃપાળુદેવનો આત્મવિકાસ. બાકી મોટા ભાગે તો ઉત્તમ આત્માઓ રચિત કૃતિઓ જ પર્યુષણમાં લેવાઈ છે. આના ૨૭૬

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370