________________
કેવળી પ્રભુનો સાથ
પાપસ્થાનકમાં રમતો છૂટી, કર્મબંધ ઘટાડતો જાય તો દુર્લભ એવા સમ્યક્દર્શનને પ્રગટ કરી પોતાના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરતો જાય છે, એની ખબર તો મને હતી. પરંતુ એમાં આત્માનાં કયા લક્ષણો પહેલાં ખીલે, કેવી રીતે ખીલે, તેના માટે આધાર કોનો લેવો વગેરે વિશેના ક્રમની સૂઝ પડતી ન હતી, એટલે મને તો મોટી મુંઝવણ થઈ પડી હતી. તેથી પ્રભુના આશ્રયે પ્રાર્થના, ક્ષમાપના અને સ્મરણ વધારી માર્ગદર્શન મેં માગ્યું. થોડા જ દિવસમાં તેમના તરફથી મને રાજપ્રભુનાં વચનામૃતનો આંક ૮૭પ વિચારવાની આજ્ઞા આવી. વચનામૃત લઈ પત્ર વિચારવા લાગી, આરંભમાં તો મોં માથાનો મેળ જ ન હોય તેમ લાગ્યું. પણ પ્રાર્થના આદિના આધારે શ્રદ્ધા વધારી તે પત્ર વારંવાર વિચારવા લાગી. તે વિચારણામાં અને વિચારણામાં મને સ્પષ્ટ થતું ગયું કે જીવનો મૂળભૂત અપૂર્વ સ્વભાવ પ્રગટાવવો કેવી રીતે, તે સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી સત્પરુષ તથા શ્રી ગુરુ જીવને કેવી અને કેવી રીતે સહાય કરે છે, તેનું અતિ સંક્ષિપ્ત છતાં ગૂઢતાથી ભરેલું આલેખન આ પત્રમાં થયેલું છે. કૃપાળુદેવનાં આ પત્રમાં રહેલાં કેટલાંયે રહસ્યો મારી પાસે છતા થતાં ગયાં. આથી આ પત્રની સહાયથી મેં પ્રાથમિક લખાણ ગુરુપૂર્ણિમાના બીજા દિવસથી શરૂ કર્યું. જેમ જેમ લખાણ થતું ગયું તેમ તેમ વિષયને લગતી મારી સ્પષ્ટતા વધતી ગઈ. તેમાં અનિત્યાદિ બાર ભાવનાનું અનુસંધાન આત્માના અપૂર્વ સ્વભાવ સાથે કેવી રીતે ગંઠાયેલું છે તે સાશ્ચાર્ય સમજાતું ગયું. એ પ્રાથમિક લખાણને મઠારી, વ્યવસ્થિત રીતે મૂકવા પુરુષાર્થ કર્યો, અને આ બધી જાણકારીનો ‘આત્માનો અપૂર્વ સ્વભાવ' સમજવામાં ઉપયોગ કરતાં લગભગ સો પાનાં જેટલું લખાણ થઈ ગયું. તે દ્વારા આત્માના મૂળભૂત સ્વભાવની જાણકારી માટે એક નવી જ બારી ખૂલી, નવા દૃષ્ટિકોણની મને પ્રાપ્તિ થઈ. અને એની અનુભૂતિ આખા પર્યુષણમાં છવાયેલી રહી હતી. એ અનુભૂતિ ખૂબ જ સુખદ બની હતી.
આ અનુભવે એ શિક્ષણ આપ્યું કે આત્માના અપૂર્વ સ્વભાવને ખીલવવા તથા માણવા માટે સમ્યત્વની આરાધના ખૂબ જરૂરી છે. તેના પરથી મને
૨૮૪