________________
ઉપસંહાર
હતું તેથી તેમણે અમારી પાસે જગ્યા પાછી માગી. તે વખતે અમારી પાસે મુંબઈમાં બીજી જગ્યા લેવા જેટલી સગવડ ન હતી તેથી બરોડામાં નાનું સરખું મકાન બનાવી રહેવા જવા વિચાર્યું. તે માટે અમે તૈયારી શરૂ કરી. તે પછી મેં મામાને મારી વ્યવહારુ મુશ્કેલીઓ જણાવી અને વિનંતિ કરી કે તમે મને આ જગ્યામાં રહેવા દ્યો તો મારી ઘણી ઘણી મુશ્કેલીઓનો ઉકેલ આવી જાય તેમ છે. તમને યોગ્ય લાગે તો આના બદલે અમે બીજી જગ્યા લઈ આપીએ. તમારે લાયબ્રેરી માટે ચાલે તેવી જગ્યાની જરૂર છે તો આ વિકલ્પ સ્વીકારો. તેમણે સૌજન્ય દાખવી હા કહી. લાયબ્રેરીને યોગ્ય જગ્યા મેળવવા તલાશ શરૂ કરી. તે વખતે મારા કાકા શ્રી જયંતિભાઈ દોશીના દીકરા દિનેશભાઈ મારી મદદે આવ્યા. મને કહે, “બેન! અમારે લોઅરપરેલમાં મામાને ગમે તેવી એક ઓફીસની જગ્યા છે, તમે મામાને બતાવી જુઓ, તેમને એ જગ્યા ગમે તો આપણું કામ થઈ જાય.” મામાને એ જગ્યા બતાવતાં ગમી ગઈ. અને તેમાંથી મારી કઠણાઈ શરૂ થઇ. મારા કાકા કે ભાઈઓ ઓફિસના પૈસા મારી પાસેથી લેવા તૈયાર ન હતા. અને પૈસા આપ્યા વગર ઓફિસ લેવાની મારી તૈયારી ન હતી, મામાને આ વાત જણાવાય તેમ ન હતું. કેમકે તેમને ઓફિસ ગમી ગઈ હતી તેથી બીજી વાત કરવા જતાં અર્થનો અનર્થ થાય તેમ હતું. સાથે સાથે મારે મોરબીહાઉસની જગ્યાની જરૂરિયાત પણ ઘણી હતી. આથી આ મુશ્કેલી ટાળવા મેં પ્રાર્થના તથા ક્ષમાપનાનો આશ્રય લીધો. કંઈક માર્ગ કાઢી આપવા મેં આખી રાત ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, આમ થવામાં જે ભૂલ આડી આવતી હોય તેની ક્ષમા પણ માગતી હતી. મને ક્યાંય ચેન પડતું ન હતું. કેમકે સમય ઓછો હતો, બીજા દિવસે છેવટની કબૂલાત આપવાની હતી. છતાં શ્રદ્ધા પણ મજબૂત જ હતી કે પ્રભુ જરૂર કંઈક માર્ગ કાઢી આપશે. બીજા દિવસે સવારે લગભગ અગ્યાર વાગે મને મામાનો ફોન આવ્યો કે, “સરયુ! મને હવે જગ્યામાં રસ નથી, એટલે હવે તું બજારભાવે આ જગ્યાના પૈસા આપી દે તો સારું.” મેં કબૂલ કર્યું. ભગવાનનાં ચિત્રપટ પાસે જઈ
૨૬૩