________________
ઉપસંહાર
કરી જીવ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકે છે. અજ્ઞાનાવસ્થાથી શરૂ કરી સિદ્ધાવસ્થા સુધીની આત્મદશા પામવાનો ક્રમ આ તીર્થંકર પ્રભુઓની નામાવલિમાં સમાયેલો જોવા મળે છે. આવો મોક્ષમાર્ગ મેળવી, જીવ પોતાનાં સહજાનંદ સ્વરૂપને અને ઘનસ્વરૂપને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. એ માર્ગમાં રહી જીવ અર્પણભાવ કરી, સમર્થનો સાથ મેળવી આગળ વધે છે અને તત્ત્વનાં અંત:સ્થળનાં ઊંડાણને પામવા સમર્થ થાય છે.
આ પ્રકારે પ્રત્યેક વર્ષે મને એકબીજા સાથે અનુસંધાન ધરાવનાર ઉપયોગી વિષયો પ્રભુ તરફથી પર્યુષણ પર્વની ઉજવણી માટે મળતા હતા. તેની તૈયારી કરતાં કરતાં રાજપ્રભુ પ્રતિનું મારું આજ્ઞાધીનપણું, મારો અહોભાવ તથા પૂજ્યભાવ આદિ વ્યવહારશુદ્ધિ તથા આત્મશુદ્ધિ સાથે વધતાં જતાં હતાં. પાછળથી તેની વિચારણા કરવાથી મને સમજાયું કે ‘શ્રી કેવળ પ્રભુનો સાથ’ ગ્રંથ માટે શ્રી પ્રભુ મારી પાસે કેવી રીતે તૈયારી કરાવતા ગયા હતા. આ સમજણ લેવાથી મારા પર પ્રભુની કેવી અસીમ કૃપા વરસતી હતી તેનો કંઈક અંદાજ, તથા સહજતાએ થતી ગ્રંથરચનાની ભૂમિકા કેવી આસાનીથી બંધાતી હતી તેનો ખ્યાલ આવશે.
આ બધાં વર્ષોના અનુભવની જાણકારી લેવાથી એ તો સમજાયું હશે કે મારા આરાધ્યદેવ કૃપાળુદેવ – શ્રીમદ્ રાજચંદ્ર હતા. તેમના આત્માનો વિકાસ અનુભવવાની મારી તાલાવેલી ઘણી વધી ગઈ હતી. જ્યારે ૧૯૬૩-૬૫ માં મેં જીવનસિદ્ધિનું લખાણ કર્યું ત્યારે તેમની જ સહાયથી મેં તેમનાં ‘આત્મવિકાસ'નું પ્રકરણ લખ્યું હતું. પરંતુ તે લખાણ કર્યા વર્ષો વીતી ગયા પછી, તેમાં ઘણું વિશેષ ઊંડાણ હોવું જોઈએ એવી લાગણી અંદરમાં વેદાતી હતી. તત્ત્વનાં ગહનતમ ઊંડાણ સુધી પહોંચી સપુરુષનાં હૃદયને સમજવાની અને માણવાની શક્તિ જીવમાં આવે તો તે પુરુષનાં અંતરંગ ચારિત્રને સમજી પોતામાં એવું ચારિત્ર ખીલવવા મળે છે. આ સ્થિતિ અને શ્રી રાજપ્રભુનાં જીવનમાં સતત ડોકિયાં કરતી જણાતી હતી. જ્યારે જ્યારે તેમના દ્વારા લખાયેલાં પત્રો, કાવ્યો આદિ વાંચું ત્યારે ત્યારે ઉપર જણાવેલી લાગણી જોર કરી જતી હતી. તેથી તેનો તાગ મેળવવા મારું
૨૫૩