________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
જીવોને એક સમયની શાતા મળે છે. આવી જ અભુત પ્રક્રિયા બીજી છ વખત પ્રભુનાં જીવનમાં થાય છે, જેમાના પાંચ વખત કલ્યાણક રૂપે ઓળખાય છે. આ વાત વિચારવા યોગ્ય છે. અશુદ્ધ પ્રદેશો આ પ્રક્રિયા થયા પછી કેવળીગમ્ય પ્રદેશો સાથે સેતુ બાંધે છે. તેથી તેઓ જેટલા અંશે ધર્મનું સનાતનપણું વેદે છે તેટલા અંશે એમને ધર્મનાં મંગલપણાની ભેટ કેવળીગમ્ય પ્રદેશો પાસેથી મળે છે. અને જેટલા અંશે તેઓ ધર્મનાં મંગલપણાની ભાવના વેદે છે એટલા અંશે એમને ધર્મનાં સનાતનપણાની ભાવના ભેટરૂપે મળે છે. અને જ્યારે તેઓ બંને ભાવને ઉત્કૃષ્ટપણે વેદે છે ત્યારે તેમને બંનેની ભેટ એકીસાથે કેવળીગમ્ય પ્રદેશો પાસેથી મળે છે.
આ ભાવનાને કેવી રીતે અશુદ્ધ પ્રદેશોમાં ઉપજાવવી તેનું રહસ્ય આનંદઘન ચોવીશીના પ્રત્યેક પદની છેલ્લી કડીમાં ક્રમથી મૂકાયેલ છે. તેનો ઊંડાણથી વિચાર કરી, શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પાસેથી તેની સમજણ આપણે લઈએ.
પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ કરતી વખતે શ્રી આનંદઘનજીએ છેલ્લી કડી આ પ્રમાણે મૂકી છે, –
ચિત્ત પ્રસને રે, પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈ આતમ અરપણા રે,
આનંદઘન પદ રેહ. ઋષભ (૧) આ પહેલા સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે દુન્યવી પ્રેમ અને પ્રભુપ્રેમ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો છે. દુન્યવી પ્રેમની ક્ષણિકતા તથા નિરર્થકતા સમજાવી, તેઓએ જણાવ્યું છે કે શ્રી તીર્થંકર પ્રભુમાં પ્રીતિ કરવાથી, તેમના અલૌકિક ગુણોથી આકર્ષાઈ જીવ તેમની પૂજા કરવા પ્રેરાય છે, અને તેનાં ફળરૂપે કાળ વહેતાં શાશ્વત, નિરંતર, અવિનાશી પ્રેમની પ્રાપ્તિ કરી શકે છે. અહોભાવથી કરેલી પ્રભુની પૂજા જીવનાં ચિત્તને પ્રસન્નતા આપી જાય છે, અને
૧૯૧