________________
કેવળી પ્રભુનો સાથ
(અરિહંતપણું), કલ્યાણભાવ તથા રત્નત્રયપણાનો સમાવેશ થયેલો હોય છે. આ આઠે પ્રદેશો એક જ તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી, માત્ર આઠ સમયમાં ઉપજ્યા હોવાથી, તેમાં ઉપર જણાવેલા બધા ગુણોની એકરૂપતા (identical) સમાનતા આવી હોય છે. આ આઠ કેવળીગમ્ય પ્રદેશોથી અમુક ભિન્નતા સાથે આઠ રુચક પ્રદેશો ઉપજ્યા હોય છે. તેમાં પહેલા સાત સુચક પ્રદેશો એક જ તીર્થકરના આત્મા દ્વારા તેમના આત્માની જુદી જુદી અવસ્થાએ ઉત્પન્ન થયા હોય છે, તેથી તેમાં અમુક નિમિત્તાધીન અસમાનતા આવી હોય છે. એ જીવનો આઠમો ચક પ્રદેશ સિદ્ધ થતા કેવળીપ્રભુના નિમિત્તથી, અર્થાત્ જુદા આત્માથી અને જુદા સમયે ઉપજ્યો હોય છે. તેમાં શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા અપવાદરૂપ હોય છે. તેમને સાતમો તથા આઠમો રુચક પ્રદેશ સિદ્ધ થતા તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી પ્રાપ્ત થયો હોય છે, તેથી તે બંને પ્રદેશો એકરૂપતા ધરાવે છે. આવા સુચક પ્રદેશોને અરૂપીપણે જાણવા, સમજવા તથા કાર્યકારી બનાવવા માટે કેવળીગમ્ય પ્રદેશો એક પ્રક્રિયા કરે છે. કેવળીગમ્ય પ્રદેશોને જાણકારી હોય છે કે આ જ રુચક પ્રદેશોએ પોતાના જીવને નિત્યનિગોદની ભયંકરતામાંથી સદાકાળ માટે છોડાવ્યો છે, એટલું જ નહિ પણ, એ આઠે રુચક પ્રદેશોમાં પોતાના જીવને મુક્તિ સુંદરીને વરવાનો મહામાર્ગ પણ ગુપ્ત રીતે મૂકાયેલો છે. જેમ કોઈ પણ બે વ્યક્તિની આંગળીની છાપ એકસરખી હોતી નથી, તેમ કોઈ પણ બે જીવના રુચક પ્રદેશોમાં મૂકાયેલા ગુપ્ત રહસ્યો સમાન હોતા નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે એ જીવને નિત્યનિગોદમાંથી કાઢવા માટેના પાંચ સમવાય અપૂર્વ તથા અસમાન હોય છે. હવે કેવળીગમ્ય પ્રદેશો જે પ્રક્રિયા કરે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ.
આઠે કેવળીગમ્ય પ્રદેશો સહુથી પહેલાં, તીર્થકર પ્રભુનાં નામકર્મનાં બંધન વખતે જે પ્રદેશ ખૂલ્યો હોય છે તે પ્રદેશ પાસે સમૂહમાં જાય છે. આઠે કેવળીગમ્ય પ્રદેશો એ પહેલા રુચક પ્રદેશની પ્રદક્ષિણા કરે છે, અને ૐ ધ્વનિના માધ્યમથી તથા પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓની સહાયથી એ પહેલા ચક પ્રદેશની લાક્ષણિકતાને ઓળખે છે. આ ઓળખને કેવળીગમ્ય પ્રદેશો પોતાનાં
૧૭)