________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુને તથા જીવને ઘણો ઘણો લાભ થાય છે, અને સ્વાર કલ્યાણની પરાકાષ્ટાનું ઉદાહરણ સિધ્ધ થાય છે.
દેહ હોવા છતાં પરમ સિદ્ધની શાંતિ અને સુખનું વેદન કરતા તથા પરમ કલ્યાણમય મૈત્રીના પૂર્વભાવની નિર્જરારૂપ બોધના દાતા તથા આજ્ઞાના મહાસાગરમાં નહાતા શ્રી અરિહંતપ્રભુ તથા તેમના વીતરાગ ધર્મથી રંગાયેલા શ્રી પંચપરમેષ્ટિ પ્રભુને સાષ્ટાંગ વંદન તથા આજ્ઞાભક્તિથી નમન કરીએ છીએ.
અહો! શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ! તમારું આજ્ઞાધીનપણું તથા કલ્યાણધારાનો અસ્મલિત ભાવનો પ્રવાહ અમને ખૂબ પ્રિય છે. હે પ્રભુ! આ જ પુરુષાર્થને અમારા દેહના રોમેરોમમાં તથા રોમને ધરનાર આત્માના પ્રદેશ પ્રદેશમાં ગૂંથવા, આરાધવા તથા સિદ્ધ કરવા માટે, તમારા અલૌકિક પુરુષાર્થને જાણવા, આદરવા તથા પાળવા માટે અમે પરમ વિનયી થઈ આજ્ઞા માગીએ છીએ.
કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ તથા કાર્ય સમજવા આપણે પુરુષાર્થ કર્યો. શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે આ પ્રદેશોના બંધારણમાં એક અપૂર્વ પુરુષાર્થની ભૂમિકા સમાયેલી છે. જો આ પુરુષાર્થને અન્ય અશુધ્ધ પ્રદેશો સંજ્ઞાના માધ્યમથી પોતામાં સિદ્ધ કરે તો તેમને પૂર્ણ ભૂમિકા સુધી પહોંચવાનો માર્ગ અતિ સુગમ અને સરળ બનવા સાથે અતિ સહજ થઈ ટૂંકા ગાળામાં સફળતા અપાવે છે. શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી આ અપૂર્વ આરાધનનો વિચાર કરવા તથા તેનું પાલન કરવા વીર્ય માગી કાર્યસિદ્ધિ કરવા આપણે પુરુષાર્થી બનીએ.
વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે કેવળીગમ્ય પ્રદેશો કેવળીગમ્યપણું પામ્યા પહેલા અન્ય અશુધ્ધ પ્રદેશોની જેમજ અશુધ્ધ હોય છે. આઠ સમયના અતિ અતિ અલ્પ કાળમાં એ પ્રદેશો એવો તે કેવો ઉદ્યમ કરે છે કે જેથી તેઓ અરિહંત સમાન કેવળીપ્રભુની ભૂમિકા પ્રાપ્ત કરે છે! વળી, આ કેવળીપ્રભુ (કેવળીગમ્ય પ્રદેશો) એની સાથોસાથ એમના જ બંધુરૂપ અસંખ્ય પ્રદેશો માટે અરિહંતપણું
૧૮૪