________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
ચિટકે છે. આ પ્રક્રિયામાં જીવ શ્રી પ્રભુનાં જ્ઞાન પ્રમાણે ઉત્તમ વિનય સેવે છે કારણ કે તે વખતે આ પહેલાં કદી ન અનુભવેલી અલૌકિક અપૂર્વ શાંતિ અને સુખમાં ન લપટાતાં તે જીવ આજ્ઞા પ્રેરિત પુરુષાર્થથી નિર્માની થઈ ગુણગ્રહણ કરવામાં નિમગ્ન બની જાય છે. એટલું જ નહિ પણ તે એ સુખનાં માયા કે લોભમાં પ્રવર્તતો નથી. આવો જ પુરુષાર્થ શ્રી આચાર્યજી ધૂળપણે લાંબા કાળ સુધી સેવે છે. એમના પુરુષાર્થની આ લાક્ષણિકતા એમને આચાર્યપદ અપાવે છે. આ પ્રક્રિયા જ્યારે જીવ પૂર્ણપણે કરે છે ત્યારે આજ્ઞા તેને અક્રિયા પરમાણુને સક્રિય કરવા માટે દોરે છે, અને પુરુષાર્થ કરાવે છે.
આભાર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં ગુણગ્રહણનાં પરમાણુઓ જીવના પ્રદેશો પર અક્રિયપણે સ્થિર હોય છે. આ સ્થિરતાનો કાળ પૂરો થવા આવે ત્યારે આજ્ઞા જીવમાં ગુણગ્રહણ કરવાની ભાવના વધારે છે. આ ભાવના ક્રમે ક્રમે એટલી બધી વધે છે કે જીવનું એ વેદન શબ્દાતીત થઈ જાય છે, તે વેદન માત્ર વેદનરૂપ જ રહે છે. જેમ વિમાન ઊડતાં પહેલાં જમીન પર હોય ત્યારે જ તેનાં એંજીનને જોરથી ફેરવી ગરમ કરવામાં આવે છે કે જેથી વિમાનને હવામાં ઉંચકવું સહેલું થઈ જાય. તેમ શબ્દાતીત વેદનથી જીવના જુદા જુદા પ્રદેશો પર, જુદી જુદી જગ્યાએ સ્થિર રહેલાં પંચપરમેષ્ટિનાં ગુણગ્રહણનાં પરમાણુઓમાં ગતિ પામવા માટે યોગ્ય વિહારની પ્રક્રિયા થાય છે. આ ગતિ કરવાની તેમની તૈયારી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તે પરમાણુઓ ઘનસ્વરૂપ (solid form) માંથી પ્રવાહીરૂપ (liquid form) બનતા જાય છે. જ્યારે આ પરમાણુઓ પૂર્ણતાએ પ્રવાહી થઈ જાય છે ત્યારે તે પ્રવાહીમાંથી પૂર્વના પરમાર્થ લોભ તથા વર્તમાનના ગુણગ્રહણના અનુભવનાં વેદનના લીધે તે ગુણો સરકી નીચેના ભાગમાં વિહાર કરે છે. આ પ્રક્રિયા જ્યારે પૂર્ણતાએ થાય છે ત્યારે આજ્ઞા એનામાં એક એવો ભાવ ઉપજાવે છે કે જેમાં વિનય (નિર્માની ગુણગ્રહણ) અને આભારની લાગણી
૧૧૫