________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
પૂર્ણાતિપૂર્ણ રૂપે કાયયોગ, વચનયોગ અને મનોયોગને એક અપૂર્વ અખ્ખલિત ધારાથી વહાવનાર શ્રી ગણધરપ્રભુ આદિ આચાર્યજીને અપૂર્વ વંદના કરવાના ભાવથી કોટિ કોટિ વંદન કરીએ છીએ. અરૂપીરૂપી અનુભવને ત્રણે યોગથી ધારી, અનુભવી, રૂપી ધારાને પ્રબળરૂપે વહાવનાર તથા અરૂપી ધારાને સર્વ જનસમુદાય જાણી શકે તથા ઓળખી શકે એવી લોકકલ્યાણની ભાવના સાથે, અરૂપી યોગને રૂપીયોગ દ્વારા વચનયોગથી જ્ઞાનસરિતાને વહાવનાર શ્રી ઉપાધ્યાયજીને ઉપકાર બુદ્ધિથી તન, મન, ધનથી વંદન કરીએ છીએ. રૂપી વાણીને અપૂર્વ ધ્યાન તથા લક્ષથી ઝીલી, એ રૂપી વાણીના પેટાળમાં રહેલા ધર્મના મર્મને અરૂપી વાણીમાં પ્રગટ કરી, રૂપી વાણીને એના લક્ષગત ધુવકાંટામાં પહોંચાડનાર સર્વશ્રી સાધુસાધ્વીજીના વ્યક્તિગત પુરુષાર્થને વારંવાર સ્મરી એ પુરુષાર્થની સદાકાળની પ્રાપ્તિ અર્થે સવિનય વંદન કરીએ છીએ.
જેમ વૃક્ષને ફૂલવા તથા ફાલવા માટે પ્રકૃતિના પાંચ પદાર્થની જરૂર પડે છે – પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ (earth, water, light, air & space), એવી જ રીતે ધર્મરૂપી વૃક્ષને ફૂલવા તથા ફાલવા માટે પાંચ પુરુષાર્થરૂપ પંચપરમેષ્ટિની જરૂર પડે છે. આ પંચપરમેષ્ટિ પ્રભુના સનાતન તથા અખ્ખલિત પુરુષાર્થથી જ ધર્મનું સનાતનપણું તથા મંગલપણું જળવાય છે. શ્રી પંચપરમેષ્ટિના પુરુષાર્થમાં બે તત્ત્વની અપૂર્વતા રહેલી છે, જેથી એ પુરુષાર્થમાં ધર્મને સનાતન બનાવવાની લાક્ષણિકતા સમાય છે. શ્રી પ્રભુ એમના જ્ઞાનના પેટાળમાંથી અમૃત વાણીરૂપ ૐનો બોધ આપી ભેદ રહસ્ય ખોલે છે. આ બે તત્ત્વ છે આસ્થા અને અનુકંપા. આસ્થા તેમજ અનુકંપાને સમજવા માટે શ્રી પ્રભુ શ્રી પંચપરમેષ્ટિની આસ્થા અને અનુકંપાનું ભાન કરાવે છે.
આસ્થા અને અનુકંપા પણ એક સિક્કાની બે બાજુ જ છે. જીવ પહેલાં સ્વની અનુકંપા કરે છે, તેને આધારે ધર્મ પ્રત્યેની તેની આસ્થા સંવેગ તથા નિર્વેદના જોરથી વધતી જાય છે. આસ્થા વધતાં જીવને ધર્મલાભ વધતો જાય છે. જેને લીધે પર આત્મા પ્રત્યેની એની અનુકંપા પણ વધે છે. પર પ્રત્યેની અનુકંપાને
૧૩૫