________________
કેવળી પ્રભુનો સાથ
યાત્રા કરવામાં તેને અનંત સપુરુષોની સહાય મળી છે, તથા તેણે તે સર્વની સહાયનો સ્વીકાર પણ કર્યો છે, તે સર્વ આત્માઓએ નિસ્પૃહતાથી, બદલાની કોઈ પણ આશા વિના સહાય કરેલી છે. તેમાંના સર્વ મોટા પુરુષોની ભાવના ‘સર્વ જીવ કરું શાસનરસિ' હજુ સુધી પૂર્ણ થઈ નથી કેમકે સહુ જીવ મુક્ત થઈ ગયા નથી. આથી તેમની અધૂરી રહેલી ભાવના પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પૂર્ણતાએ ઋણમુક્ત થઈ શકે નહિ. તે સહુ ઉત્તમ આત્માઓને આ પ્રકારનાં ઋણથી મુક્તિ અપાવવા આગળ વધતો જીવ કલ્યાણકાર્યમાં સરે છે. અને તે પણ પૂર્ણ થયા પછી. આ કાર્યને શ્રી પ્રભુ અનુકંપારૂપ પુરુષાર્થ તરીકે ઓળખાવે છે. પરકલ્યાણના ભાવ તથા અનુકંપાના ભાવમાં એક મોટો તફાવત રહેલો છે. પરકલ્યાણનો ભાવ રાગસહિત થાય છે. અન્ય જીવને ધર્મરુચિ કરાવવાના રાગભરિત યત્નથી પરકલ્યાણનો ભાવ જીવમાં ઉપજે છે. તો અનુકંપા આત્માને પૂર્ણતા મળ્યા પછી, સહજ ભાવથી ઉત્પન્ન થાય છે. આ ભાવમાં પરમ વીતરાગતા, નિર્વિકલ્પતા અને પૂર્ણ આજ્ઞાધીનપણું જોડાયેલાં હોય છે. આવો કલ્યાણકાર્યનો પુરુષાર્થ શ્રી અરિહંત પ્રભુ તથા કેવળીપ્રભુ અનુકંપાને ધુવકાંટો બનાવીને કરે છે.
આ બધા પુરુષાર્થનું ફળ અથવા પરિણામ છે શાંતિ તથા સહજાનંદ. જીવ છદ્મસ્થરૂપે તથા પૂર્ણરૂપે આ શાંતિ તથા સહજાનંદને ધર્મનાં સત્ આરાધનથી અમુક કાળે વેદતો આવે છે. આ સિદ્ધિ જ્યારે પૂર્ણરૂપ ધારણ કરે છે ત્યારે આત્મા એ પરિણામને સમયની અબાધિત સ્થિતિથી પોતાના પુરુષાર્થને નિરંતર કરે છે. જેના થકી એ સ્થિતિને તે સાદિ અનંત કાળ સુધી માણી શકે છે. આ છે શ્રી સિદ્ધ પ્રભુનો ‘શમ' પુરુષાર્થ, જે એમનો ધુવકાંટો છે. ‘શમ” એ બાકીના ચાર પુરુષાર્થના સરવાળાનું પરિણામ છે.
આ રીતે સમ્યક્ત્વનાં પાંચ લક્ષણોમાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુના પ્રત્યેક પ્રભુનો ધુવકાંટો રહેલો છે, આ લક્ષણોને શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પોતાના પુરુષાર્થમાં પંચામૃતપણે વણે છે, જેનાથી બહ્મરસ સમાધિરૂપ અનંતસુખને તેઓ પામે છે.
૧૪૪