________________
પ્રકરણ ૨૦ શ્રી કેવળ પ્રભુનો સાથ
નાદના ધરનાર, ૐનાદને ૐધર્મરૂપે પ્રકાશનાર, એ ૐધર્મને સર્વોત્કૃષ્ટ મંગલ ધર્મરૂપે વર્તમાનમાં પલટાવનાર, વર્તમાનનાં ધર્મરૂપ મંગલપણાને સનાતન, અનાદિ અનંત તથા શાશ્વત ધર્મરૂપ કરનાર શ્રી અરિહંતપ્રભુ તથા તેમના સાથીદાર સર્વ પંચપરમેષ્ટિ ભગવંતના અકથ્ય સાથ, પરમોત્કૃષ્ટ ઉપકાર તથા અપ્રમત્ત પુરુષાર્થને આત્માના પ્રદેશેપ્રદેશે, પ્રત્યેક પ્રદેશનાં અણુએ અણુમાં અને દેહના રોમેરોમમાં ‘તેઓ સદાય જયવંત રહો' એવા ઉપકારના ધ્વનિને ૐના આકાર સાથે ઉૐધ્વનિરૂપે વેદીએ છીએ; જેનું વદન હે પ્રભુ! તમે સતત કરી રહ્યા છો.
તમારા આ શાશ્વત વેદનને શબ્દદેહ આપવાની દુષ્કર આજ્ઞા તમે અમને આપી છે. એ અરૂપી અનુભવને રૂપી આકાર આપવા તમારા આત્માના વેદનની ભાષા સિવાયની અન્ય કોઈ પણ ભાષા સમર્થ થઈ શકતી નથી. આવા દુષ્કર કાર્યને સિદ્ધ કરવા તમે અમને આજ્ઞા આપી છે, તો એ કાર્યની સિદ્ધિ માટે અમે તમારો પળેપળનો સાથ, સમયની લક્ષગત જાગૃતિવાળું આજ્ઞાનું આરાધન તથા ભક્તિવિનયની પરાકાષ્ટારૂપ તમારાં કલ્યાણનાં પરમાણુઓનું સતત બોધરૂપ દાન માગીએ છીએ.
અહો! પંચપરમેષ્ટિ મહાત્મા! તમારી ધર્મ પ્રરૂપણાની અપૂર્વતા જાણ્યા પછી આશ્ચર્યની અસીમિત લાગણી અમને અનુભવાય છે, કે તમે લોકના પ્રત્યેક પ્રદેશમાં વિદ્યમાન ન હોવા છતાં તમારું પ્રતિનિધિત્વ કરતાં તમારાં કલ્યાણનાં પરમાણુઓ આખા લોકમાં વ્યાપી રહ્યાં છે. વિચાર કરતાં અમને
૧૫૧