________________
કેવળી પ્રભુનો સાથ
હલનચલન, વાચા આદિ સંભવિત છે, તેથી શ્રી સિધ્ધપ્રભુની સરખામણીમાં તેમની સ્થિતિ અક્ષયરૂપ નથી. આ સૂક્ષ્મ ભેદના પ્રભાવથી સિધ્ધનાં પરમાણુઓ તેમના પ્રતિ ખેંચાય છે. વળી, એમનો આત્મા યોગ સાથે જોડાય છે ત્યારે એ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓને ખેંચે છે. એ આપણે ‘ૐ ગમય આણાય, આણાય ગમય ' ની વિચારણા વખતે જાણ્યું હતું. તેમાં શું પ્રક્રિયા થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ – સિધ્ધનાં પરમાણુ
પંચપરમેષ્ટિનાં પરમાણુ
અરિહંત સિધ્ધ
અરિહંત
ગણધર સિધ્ધ
સિધ્ધ
આચાર્ય સિધ્ધ
આચાર્ય
અરિહંત પ્રભુનો આત્મ પ્રદેશ
ઉપાધ્યાય સિધ્ધ
ઉપાધ્યાય
સાધુસાધ્વી સિધ્ધ
સાધુસાધ્વી શ્રાવક-શ્રાવિકા
અન્ય સિધ્ધ
અહીં બતાવ્યા પ્રમાણેની સ્થિતિ થાય છે ત્યારે શ્રી અરિહંત પ્રભુના આત્મામાંથી આજ્ઞારસ ૐ ધ્વનિનું રૂપ ધારણ કરી, મૈત્રીરૂપ સાધનથી સિધ્ધ પરમાણુના પ્રત્યેક ભાગ તથા પંચપરમેષ્ટિના પ્રત્યેક ભાગ સાથે એમને સમજાય એવી અપૂર્વ શૈલીથી વાર્તાલાપ (communication) કરે છે. આ વાર્તાલાપ પ્રત્યેક ભાગ સાથે વિશેષ પ્રકારનો હોય છે, તેથી એ આજ્ઞારસ એ એક જ ભાગ સાથે વાર્તાલાપ કરે છે. બીજા ભાગ સાથે તેનો વાર્તાલાપ જુદા પ્રકારનો હોય છે. મૈત્રીની પરમ ભાવનાને લીધે આ દરેક ભાગ પૌલિક આકર્ષણનો ત્યાગ કરી, અરિહંતના ૐ ધ્વનિ સાથેનો સંબંધ વધારે છે. જેથી તે ભાગ પૌદ્ગલિક આકારથી જુદો પડે છે. તે પછી શ્રી અરિહંત પ્રભુ તે બધામાં પૂરતા પ્રમાણમાં, દરેક ભાગને પૂરું પડે તેટલું પાંચ સમવાયનું અગુરુલઘુપણું ભરે છે.
આટલું થયા પછી અરિહંત સિધ્ધનો વિભાગ, પંચપરમેષ્ટિના અરિહંત પરમાણુ સાથે એક બને છે. શ્રી ગણધર સિધ્ધનો વિભાગ પંચપરમેષ્ટિ પરમાણુના
૫૬