________________
કેવળી પ્રભુનો સાથ
પરિણમન ક્યા કારણથી થાય છે?' શ્રી પ્રભુ સિદ્ધસદશ કેવળજ્ઞાન તથા કેવળદર્શનનાં પેટાળમાંથી પૂર્ણ આન્નાના શબ્દદેહ તથા ચિત્રથી આનું સમાધાન આપે છે.
“શ્રી સિધ્ધ ભગવાન જુદી જુદી પર્યાયથી સિધ્ધ થયા હોય છે. જો તેઓ સંસાર પર્યાયમાં છદ્મસ્થ અવસ્થામાં પણ પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય તો તેમની કક્ષા ઊંચી ગણાય છે. તે જ રીતે સિદ્ધભૂમિમાં જ્યાં વિચાર કે ભાવની નાની સરખી પરિભાષા પણ સંભવતી નથી, ત્યાં પણ સંસાર પર્યાયનો આ તફાવત ચાલુ રહે છે. તેથી આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે સિદ્ધભૂમિની રચના સમજવી જરૂરી છે. સિદ્ધભૂમિ પીસ્તાલીસ લાખ જોજન લાંબી તથા પહોળી છે. તે વચમાં આઠ જોજન જાડી તથા અંતમાં માખીની પાંખ થકી પણ અધિક પાતળી છે. આ ભૂમિનાં મધ્યના ભાગમાં, લોકના અંતભાગમાં, તેના ઉપરના છેડા પાસે શ્રી સિદ્ધપ્રભુ બિરાજી રહ્યા છે.”
સિધ્ધભૂમિનો મધ્ય દેખાવ (Lateral View)
શ્રી મહાવીર પ્રભુએ આપેલું સિદ્ધભૂમિનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં સંગ્રહિત થયેલું છે. આ ભૂમિનું વર્ણન સર્વ તીર્થંકર પ્રભુ કોઈકને કોઇક રીતે એમનાં