________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
માટે તો જીવે માત્ર અરૂપી ક્ષમાનો સાથ લઈ વેરમુક્ત તથા કર્મમુક્ત થવું પડે, એ જ માર્ગ જણાય છે.
મંત્રસ્મરણ
શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ પાસે અવિરત અરૂપી પ્રાર્થના તથા ક્ષમાપના કરવાથી જીવને, શ્રી આચાર્યજીનાં મૌન તથા ગંભીર ચારિત્રથી ભરપૂર આજ્ઞાપાલનના ધોરી માર્ગ દ્વારા અપૂર્વ સિદ્ધિ તથા શુદ્ધિને મેળવવા અકથ્ય ગુણોની પ્રાપ્તિ કરવા જીવ મંત્રસ્મરણમાં લીન થઈ જાય છે. તે વખતે આજ્ઞારૂપી દોરો પ્રાપ્ત થયેલા સર્વ ગુણોને પંચપરમેષ્ટિની કલ્યાણમય આજ્ઞામાં ગૂંથે છે, જેનાથી જીવમાં વાયુવેગે ગુણગ્રાહીપણું વધતું જાય છે. આ ગુણગ્રાહીપણાના લોભ અને આજ્ઞાની પૂર્ણતા સાથે જ્યારે પ્રાર્થના તથા ક્ષમાપના કરવામાં આવે છે ત્યારે જીવ તેનાં અંતરાયકર્મને બાળે છે, જેવી રીતે અગ્નિ વૃક્ષોને બાળે છે તેમ. અંતરાય કર્મનો ક્ષય થવાથી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ ગુણોથી મઘમઘતા જીવ પ્રતિ મંત્રના પ્રભાવથી ખેંચાય છે. તે જીવ પંચપરમેષ્ટિનાં એ પરમાણુઓને આજ્ઞામાર્ગની સહાયથી આજ્ઞારસમાં પરિણમાવે છે. એ આજ્ઞારસ તેની ભાવિની સ્થિતિ પ્રમાણે તેનાં શિર, આજ્ઞાચક્ર, નયનો, જીભ કે કાન દ્વારા અંતરમાં ઉતરે છે. તેના કેવળીગમ્ય પ્રદેશો એ આજ્ઞારસને ઝીલી, તેમાં પોતામાં રહેલા શ્રી અરિહંતના ચેતનમય, કલ્યાણમય, તથા મૈત્રીમય આજ્ઞારસને ભેળવી, એ મિશ્રરસને તેના રુચક પ્રદેશ તરફ વહાવે છે. આ રુચક પ્રદેશો પૂર્ણતાથી પૂર્ણ વીતરાગ છે, માટે જ્યારે એ આજ્ઞારસમાં કેવળીગમ્ય પ્રદેશનો આજ્ઞારસ પ્રાધાન્ય લઈ, આજ્ઞારસના સ્કંધને ગતિ આપે છે ત્યારે, અરિહંત દ્વારા એ રુચક પ્રદેશ માટે પૂર્વકાળે જે ઋણ લીધું હતું તેની મુક્તિ માટે રુચકપ્રદેશો પોતે જે માણે છે એ અરૂપી સિદ્ધ પર્યાયના અલૌકિક ચેતનગુણને એ આજ્ઞારસમાં ઝરાવે છે. આ અપૂર્વ ગુણની પ્રાપ્તિ થતાં આન્નારસનો એ સ્કંધ પૂર્ણ થાય છે. પરંતુ આ રુચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોનો વિનય જાળવવા એ સ્કંધને વિતરણ (distribution) કરવા
૧૧૧