Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 19
________________ : ૨૮૦ : સાચું ભણતર; લનુ પણ એવુ જ થયું. તેમને ભૂતકાળના દિવસે યાદ આવ્યા. મેટ્રીકની પરિક્ષામાં પાસ થયા પછી એક દિવસ શ્યામ તેમની દુકાને આવ્યા. તેઓ પોતે ચાપડાના હિસાબ ગણવામાં મન્ગુલ હતા. થોડી વાર સુધી શ્યામ ચૂપ બેસી રહ્યો, એકાએક તેમની નજર ચાપડાના બહાર નીકળી, તેમણે શ્યામનું યામણુ` મુખ જોયુ' અને આવવાનું કારણ પુછ્યુ. શ્યામ એકદમ જવાબ ન આપી શકયા. તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડયા. તેમણે તેને શાંત પાડીને જાણી લીધુ કે, શ્યામ આગળ ભણવા ઇચ્છે છે પણ તેના પિતા વન્ગેશકર ત્રિવેદી તેને ભણવાની ના પાડતા હતા. વજેશંકરની ઇચ્છા તેમના દીકરો કાઇ નાકરીએ લાગી જાય અને પોતાનું પુરૂં કરે એવી હતી. સાથે સાથે તેઓ ભણાવવાના ખર્ચે ઉપાડી શકે તેમ નહોતા. શાંતિલાલ બીજે દિવસે વશ કરને મળ્યા અને શ્યામને આગળ ભણવા દેવા સમજાવ્યા અને વચન આપ્યું કે, જ્યાં સુધી શ્યામ ભણે ત્યાંસુધી તેના ભણતરના તેમજ તમારા ઘરના બધા ખર્ચ પોતે આપશે અને તે બધા પૈસા શ્યામ રાજીખુશીથી ભરશે તે જ લેશે' વોશ કરે મહામહેનતે સંમતિ આપી. શ્યામ મુંબઇની મેડિકલ કોલેજમાં દાખલ થયેા. આ બાજી શ્યામ કાલેજમાં પ્રગતિ કરી રહ્યો હતો, ત્યારે આ માજી શેઠ પડતીના પંથે જઇ રહ્યા હતા. દેશમાં ઉપરાઉપરી દુકાળ પડતા હતા. ઉધરાણીના પૈસા પતી શકતા નહોતા, શ્યામ મેડિકલ કાલેજના ત્રીજા વર્ષોમાં હતા ત્યારે શેઠના ધરમાં ચારી થઇ અને બધું ધન ચેારાઇ ગયું. શ્યામને ખબર મળ્યા, તેના હૃદયે જબ્બર આધાત અનુભવ્યા. શેઠે વચન આપ્યું હતું. તેથી તેઓ જરૂર પડે ત્યારે શ્યામને પૈસા માકલતા. એજ વર્ષમાં શ્યામને બીજા દુ:ખદાયક સમાચાર મળ્યા. તેની માતા તથા પિતા એક એક માસના અંતરે મરણ પામ્યાં, આવી ગંભીર હાલતમાં પણ તે શાંતચિત્તથી અભ્યાસ કરતા હતા. તે છેલ્લા વર્ષમાં પાસ થને ઘેર આવ્યેા ત્યારે શેઠને મળવા આવ્યેા. શેઠની પરિસ્થિતિ જોઇને તેને બહુ દુ:ખ થયુ.. શેઠની ઇચ્છાથી તેણે ત્યાંજ દવાખાનું ખેાલ્યું. ધ્વાખાનું શરૂ કર્યા પછી તે પેાતાને ઘેર રહેતા હતા. તેની પત્ની રમા ધણી ભલી શ્રી હતી. તે પણ સુશિક્ષિત સંસ્કારી * હતી. શ્યામને ધંધા બરાબર ચાલતો નહોતો. કારણ કે હજી તે આ શરૂઆતજ હતી. છતાં જે પૈસા દવાના અથવા વીઝીટ ફ્રીના આવતા તેમાંથી અને તેટલી તે શેઠને મદદ કરતા, આગલા દેણા પેટે ભરતા. આમ બે વર્ષ વહી ગયાં, શેઠને પુત્ર શેખર અત્યારે મેટ્રીકમાં અભ્યાસ કરી રહ્યો હતા. શ્યામને ધંધો બરાબર ચાલતો હતો. શ્યામ ગરીમાને અને તેટલી મદદ કરીને તેમના અંતરના આશીર્વાદ મેળવતા. શ્યામ, શેઠને પૈસા ભર્યે જતા હતા, પણ હજુ તે દેવું વળી શકે તેમ નહતું, શ્યામ હુંમેશા શેઠના ધરની ખાર રાખતા, શ્યામની ઈચ્છા પેાતાના પર શેઠે કરેલા ઉપકારને બદલેા વાળી આપવાની હતી. મેટ્રીકની પરીક્ષા નજીક અને નજીક આવી રહી હતી. શેખરને વિધાર્થી જગતમાં ચમકવાના કોડ હતા. અને તે માટે સખ્ત પ્રયત્ન કરી રહ્યો હતા. અનેક રાતાના ઉજાગરા કર્યા પછી તે નજીકના ભાવનગર કેન્દ્ર પરીક્ષાના આગલા દિવસે જઈ પહોંચ્યા. તેને બધા ઉત્તરપત્રો સારી રીતે લખ્યા હતા. પોતે જરૂર પાસ થઈ જશે એવી તેની ખાત્રી હતી, પણ તેની ઈચ્છા આખા કેન્દ્રમાં પ્રથમ આવવાની હતી. પરીક્ષા ને તે ઘેર આવ્યેા. શિયાળાની ઠંડીથી, અનેક રાતાના ઉજાગરાથી શેખરને ઝીણા ઝીણા તાવ આવવે શરૂ થયા, અને તેની છાતીમાં ક થઇ ગયા. પહેલાં તે તેને તાવને દાદ દીધી નહિ પણ પછી તેને વધારે હેરાન થવું પડયું. શેઠ તથા ચંપાબેન શેખરને લઇને ડેડ. દેશાઇને બતાવવા ગયાં, ડે. દેશાઇએ શેખરને ક્ષય છે. એવું નિદાન કર્યું. શેઠે આ શબ્દો સાંભળીને કેવા ગભરા ગયા હતા. તે વિચાર આવતાં તેમના શરીરમાં એક ધ્રુજારી આવી ગઈ. શેઠની વિચારધારા હજુ ચાલુજ હતી. શેઠ ડેા. દેશાઇના આ શબ્દો સાંભળી ગભરાઇ ગયા. પણ તેમને તથા ચાંપાએને ડા. શ્યામને એલાવવા વિચાર કર્યો ડા. શ્યામ પુનાથી આવી ગયા હતા. એટલે તેઓ ત્યાં આવ્યા. ડા. શ્યામે તેમને શાંત્વન આપ્યું. તેમજ ક્ષય નથી. એમ કહ્યું. આ પ્રમાણે શેઠને પોતાને આજસુધીના ભૂતકાળ નજર સામે પસાર થઇ ગયો. થોડીવાર પછી બારણે કાઇના ટકોરા પડયા, શેઠે બારણુ` ખેાલીને જોયું તે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98