________________
: ૩૩૪ : જગડુશાહ;
પ્રવેશ ૫ મેક્ર બધવ મેલડી
રાજ-મોટાભાઇ પ્રણામ !
જગડુશાહ-રાજ, આવ ભાઈ, આજ આટલે વહેલા કેમ ? ઉદાસ કેમ દેખાય છે ? તારે વળી શી ચિંતા છે? આજે દંપતી લડી પડયાં નથી ને ? રાજ-વડિલા ! તમે તા મારા છે, તમેજ મને સંસ્કાર અને શિક્ષણુ
.......
પિતા તુલ્ય આપ્યું છે.
જગડુશાહ-પણ શુ' સકોચ ન રાખ મનમાં જે વાત હોય તે કર તું તે મારે નાતેા ભાઇ છે. પણ મારે મન તે તું મારા પુત્રથી વિશેષ છે, અને મારે બીજુ કાણુ છે ? પુત્રી તા કયેાગે વિધવા બની છે. તુ.. તારાં બાળકે મારાંજ છે ને?
રાજ-મોટાભાઇ. હું બધુંય સમજી' છું, પણ રાજલ સમજતી નથી.
જગડુશાહ-પણ રાજલ્લને શું જોઈએ છે? ધર-બાર રાચ-રચીલુ' ધન—ધાન્ય જર—જવેરાત સાના-ચાંદી ખેતર-પાદર બધુ તે તેનું જ છે, છતાંરાજ-મુરબ્બી, રાજલ્લને પોતાના ખાળકાની ચિંતા થઇ પડી છે.
જગડુશાહ-રાજ ! એ માળા તો મારાંજ બાળકે છે. હું મારા જીવથી તેમને વિશેષ ગણું છું. આ બધું હું તમારા માટે જ મૂકી જવાના છું ને ? મારે કયા વસ્તાર છે? હા, તારી ભાભી સાથે ન રહેવુ હોય તે મારો ઉપાય નથી.
રાજ ! મારાં ભાભી તે માતા તુલ્ય છે. તેમને અમારા પ્રત્યેના પ્રેમ તે અનુપમ છે. તેમને માયાળુ સ્વભાવ, વિશાળ દિલ, હસતું વદન અને પ્રેમભાવ તા અજેય છે.
જગડુશાહ-તે પછી છે શું? રાજલની જુદા થવાની હઠ છે ને? સમજ્યા, સમજ્યા, આ કિલ્લા અધાવી લાખ ખરચ્યા. આ મંદિરમાં લાખ ખર્ચાશે,
આ રાજા–મહારાજા, મહેમાન–પરાણાને માટે ખ થાય છે. મારો હાથ જરા વિશેષ છુટા છે. મારી પાસે આવનાર કા પાછે જતા નથી. હુ` માગ સ્વામીભાઇને ભૂખ્યાં જોઇ શકતા નથી, જે
પુણ્યથી લાખા મળ્યા છે તે ભંડારમાં ભરી રાખવા કે પટારામાં પૂરી રાખવા માટે નથી, પણ ધર્મ, દેશ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણ માટે છે, તેમ હું માનું છું. જો તે તમને કે રાજલ્લને પસંદ ન હોય તેા હું લાચાર છું.
રાજ-વડીલ ! એમ ન કહો.
જગડુશાહ-એમજ છે. નહિ તે એકજ માતાના ધાવણથી ઉછરેલા ભાઈએ શા માટે એક બીજાથી
વિખુટા પડવાની ભાવના સેવે ! એકજ પિતાના
સંસ્કારે રંગાએલા બન્ને પુત્રો શા માટે જુદા થવા કલ્પના કરે! આ વિચારથી મારૂ હૅથું તો વલેાવાઇ જાય છે, ભાઈ! મારા આત્મા દુભાય છે, બાળકો મને પ્રિય નથી ? આ લક્ષ્મી હું સાથે લઇ જવાને છું? મારા કલ્યાણ કામામાં તારા પુણ્યના હિસ્સા નથી? એક કુટુંબને છિન્નભિન્ન કરવુ છે શું? મારૂ જીવન તારે ઝેર કરવું છે શું ?
રાજ-હું તેા જુદા થવાની કલ્પના પણ ન કરૂ. જગડુશાહ-રાજ ? તું તો ભાળેા છે. પણ રાજલ્લને કહેજે, કેશ્ કાના નસીએ વાપરે છે. કે કાના નસીએ પામે છે ? આપણી લક્ષ્મી શું આપણી છે ? જાણો છે ને? કરોડ! કમાનાર બધું છેાડી ચાલ્યેા જાય છે, સગાઓ તે સ્મશાન સુધી જાય છે પણ લક્ષ્મી પટારામાંથી નજર પણ ઉંચી કરતી નથી. સત્ય, સેવા અને આત્મકલ્યાણનું ભાથુ જ સાથે આવે છે. ઘેર ઘેર ભટકતી ચંચળ લક્ષ્મીના મેહમાં અંધ બનીને આપણી કીતિને, કુળને કલ ંકિત કર... વાની લેાભવૃત્તિ જાગશે, તો તે જીવતર ઝેર અની જશે. તારી ભાભી તમે માતાની ખેાટ જણાવા દે છે ? પ્રીતિમતી જેવી ભત્રીજી પ્રાપ્ત કરવા વરસાનાં તપ કરવા પડે.
રાજ-મોટાભાઇ, મારી ભૂલ થઇ મને માફ કરે. જગડુશાહ- એમાં તારે દોષ નથી. રાજશ્વને લક્ષ્મીની ભૂખ જાગી છે, પણ સાંભળ, ભગવાન ઋષભદેવને લક્ષ્મી ઓછી હતી? ભગવાન તેમનાથ અને ભગવાન મહાવીરે રાજપાટ શા માટે ત્યજ્યાં ? ભગવાન ઋષભદેવને બાળકો નહાતાં ?.
લક્ષ્મી અને સતતીને ત્યાગનાર એ મહાપુરૂષોએ