Book Title: Kalyan 1952 08 09 Ank 06 07
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 35
________________ 66 ( Contribution ) એ શબ્દ વાપર્યો છે તેમ છતાં આ “ વહીવટ ફાળા ” એ ટેકસ છે, એવા મદ્રાસ હાઈકોર્ટના છેવટના ફૈસલે આવ્યા છે, મદ્રાસમાં ટ્રસ્ટ એકટ છે, એનું નામ હિન્દુ રીલીજીયસ એન્ડ ચેરીટેબલ એન્ડાઉમેન્ટ એકટ” (Hindu religious and charitable endowment act) છે, ને ત્યાં પાંચ ટકાના ટેકસ છે તે ગેરકાયદેસર છે, એવું યુ છે; આથી મુંબઇ સરકાર પણ મૂંઝવણમાં પડી છે, મુંબઇ સરકાર સામે ટ્રસ્ટ એકટના કાયદેસરપણાને પડકારતે રીટ્ કેસ મુંબઈ હાઈકોર્ટમાં દાખલ થયા છે, અને વડા ન્યાયમૂર્તિ તથા ન્યાયમૂર્તિ ગજેન્દ્રગડકરે મુંબઈ સરકાર, ચેરીટી કમિશ્નર અને વડોદરા વિભાગના મદદનીશ ચેરીટી કમિશ્નર સામે નેટીસ કાઢી છે. એ કેસ કરનાર ભાગ્યશાળી ધર્મવીર વેજલપુર જૈન સ`ઘ દહેરાસરના વહીવટ કરનાર શ્રીયુત્ રતિલાલ પાનાચંદભાઈ છે, અરજીમાં એમણે મુખ્ય ત્રણ મુદ્દાઓ કાઢયા છે. આ કાયદો (૧) અંધારણ વિરૂદ્ધ છે. (૨) ધામિક હક્કો પર ત્રાપ મારનારા છે, (૩) ગેરકાયદેસર છે. ૪. જૈનશાસ્ત્રા મુજબ જૈનાની ધાર્મિક મિલ્કતાના ટ્રસ્ટી જૈન જ થઈ શકે છે, જૈને ત્તરને ટ્રસ્ટી થવાના શે। અધિકાર છે ? ચેરીટી કમિશ્નરને ટ્રસ્ટી નીમવાની જે બેગવાઇ કાયદામાં કરવામાં આવી છે, તે જૈનધમ વિરૂધ્ધ છે, હિંદના બંધારણ વિરૂદ્ધ છે. આ તે ધાર્મિક વહિવટમાં મેટી ડખલગીરીરૂપ છે, અંતરાયરૂપ છે. જૈનધર્મોની મિલ્કતા ઉપર જૈનસંઘની સત્તા છે, એ સત્તા નષ્ટ થઇ સરકારની સત્તા આવે છે, આવી મેટી સત્તાની ફેરફારી થાય છે, ને સરકાર સત્તા છીનવી લે છે, કલ્યાણ, આગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૨ : ૨૯૭ : ત્યારે શુ આપણે હાથ-પગ જોડી મૂંગા એસી રહેવું કેમ પાલવે ? જૈનસ ંઘેાએ જાગૃત થવુ જોઇએ. જૈનેાની પ્રખર ગણાતી શેઠ આણુ દજી કલ્યાણુજીની પેઢી શા માટે વિધ કરતી નથી ? એના પ્રખર પ્રભાવશાળી પ્રમુખે સરકારની શેમાં શા માટે તણાઈ જવું પડે ? આજે એ વિરાધના સુર પૂરજોરથી કાઢે, જૈનસ ંઘાને માદક બને, વિરાધના સક્રીય કાર્યક્રમ ઘડી કાઢે, તેમ છતાં સરકાર ના માને તે ટેસ્ટ કેસ, રીઢ કેસ, ડેકલેરેશન કેસ આદિ રસ્તાઓ છે. આજે એક જ સસ્થા જૈન સંસ્કૃતિ રક્ષક સભા પ્રચંડ વિરોધ વ્યવસ્થિત રીતે ગજાવી રહેલ છે, પણ એક હાથે તાળી પડતી નથી. “ઝાઝા હાથ રળીચામણા ” એ કહેવત મુજબ સમગ્ર જૈનસમાજનુ, જૈનાચાર્યે તું સંગઠ્ઠન ને સ*પ કરી વિરાધ કરવા જોઇએ, ઝાઝી કીડીએ સાપને પશુ ખેંચી લાવે છે, આવી પ્રચંડ શક્તિ મેાટા સમુદાયની છે. ૫. શ્રી શાંકરાચાર્યજીના પણ સ્પષ્ટ વિરાધ છે, ધર્મના સિદ્ધાંતા, રીતરીવાજો, ધર્મની પ્રણાલિકાઓને ગભીર ભયરૂપ છે, એવુ' સ્પષ્ટપણે એમણે જાહેર કર્યુ છે. ટંકાર— બરફ વેચનાર પાણીના પૈસા બનાવે છે. ખરફ્ લેનાર પૈસાનું પાણી કરે છે, સજ્જન સદાચારથી જીવે છે. સદાચાર સંજ્જનથી જીવે છે. શ્રીમંતના ચરણમાં માથું પડે છે. ગરીમના માથામાં ચરણ પડે છે. વિઝ.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98