________________
: ૩૧૮ : ષર્વાધિરાજ પર્યુષણ પં;
તેમજ તેની અસાધારણ શક્તિ છે, તે જોતાં આજે આપણે ઘણા જ કંગાલ છીએ, નિસ્તેજ છીએ.
પર્યુષણ પર્વની આરાધનામાં સ્વામીવાત્સલ્ય'નું પણ એટલું જ મહાત્મ્ય જ્ઞાની ભગવતેાએ દર્શાવ્યું છે, જેટલું તપ-જપનુ. એના સિવાય પવની આરાધના અપૂર્ણ જ ગણાય—ગણાત. પેાતાના ધર્મ આંધવાને સાથે રાખીને જ જીવન ગાળવાના જ્ઞાની ભગવડતાના આદેશ આપણે માથે ચડાવવા જ જોઇએ.
સામાજિક જીવન કથળ્યુ તેની સાથેાસાથ આપણુ. નૈતિક જીવન પણ ઝાંખું પડયું, નીતિનું જે મૂલ્ય આપણા પૂર્વજોએ ઠેરવ્યુ હતુ, તેમાં આપણે માટું પરિવતન કરી નાખ્યું, આપણા જૈનત્વને પ્રગટાવનારૂં બળ, તેજ અને નંતિને આપણી ભાવનામાં જીવાડનારૂ મળ તે આધ્યાત્મિક, પરંતુ જો નીતિ ઘસાવા માંડે તે પછી આધ્યાત્મિક જીવે જ કઈ રીતે ?
અજ્ઞાન—તિમિરને હણવાની છે શક્તિ જેનામાં તે પયુ ષણ પર્વની આરાધના ટાણે આપણે આપણી સંસ્કૃતિના ગૌરવને હીણપત લાગે તેવુ એક પણ કાર્ય ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આપણા આધ્યાત્મિક પ્રભાવ આસરી જવાને કારણે જ આજે આપણા શાસન પર અણુધારી આફતનાં વાદળાં ચઢી આવે છે, જો આપણું સામાજિક અને નૈતિક જીવન પહેલદાર હીરા' જેવું વિશુદ્ધ અને અખંડિત હોત તે સરકાર ટ્રસ્ટ એકટ જેવા સ ંસ્કૃતિ વિઘાતક કાયદો અમલમાં મૂકવાની હામ ભીડી ન શકત. મતલબ કે, આપણા એક આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રધાન પ્રજા તરીકેના જે પ્રભાવ હેાવા જોઇએ તે નથી એટલે નખળા મળેા આપણા ઉપર સ્વાર થવામાં કારગત નીવડે છે.
ભૂલા સહુનીય થાય, પણ જે તેને સુધારી શકે તે ડાહ્યા અને દૂર દેશી !
પર્યુષણ પર્વ જેવા મહા કલ્યાણકારી આધ્યાત્મિક પર્વની આરાધનાને આપણે બધા આપણા મોંગલ જીવનની આરાધનાના પ તરીકે ઉજવીશુ તે આપણામાં એક પ્રકારની ખુમારી અવશ્ય પેદા થશે, કે જેના પ્રતાપ આ પણને મુશ્કેલીમાં પણ આગળ લઇ જઇ શકશે.
સમાજશુદ્ધિ, જીવનશુદ્ધિ અને સકલ્યાણુના ઉત્કૃષ્ટ પર્વ તુલ્ય પર્યુષણ પત્તું મહાત્મ્ય આપણે તે સમજીએ જ છીએ, છતાં પણ તેની આપણા જીવન ઉપર ખાસ અસર ટકતી નથી, કારણ કે, અંતર અને મનથી આપણે જાગૃત હાઇએ તેમ જણાતુ નથી.
જે પ્રજાની પાસે પોતાની સંસ્કૃતિના અઢળક ખજાનો છે, તે પ્રજા કેવળ હુંસાતુસી, રાગ-દ્વેષ અને મમતાને કારણે ‘ગરીબ’ અને તેના જેવી કઈ કમનશીબી ગણાય ત્રીજી?
સમયના પારખુ પૂ. જૈનાચાર્ય અને દૂરદેશી જૈન આગેવાને શ્રમણ સંસ્કૃતિના નિ`ળ પ્રવાહને સતત વહેતે રાખવા માટે સમાજની અને શાસનની વ્યવસ્થાને મજબૂત અનાવે અને પ્રત્યેક જૈનને પોતાના જૈનત્વનુ સાચું જ્ઞાન-નીર પાય.
જૈનને પેાતાની સાચી જીવન સ્થિતિનું દર્શીન કરવુ' હાય, તો તે પર્યુષણ પર્વની વિધિપૂર્વક આરાધના કરે, અને તે આરાધના કાળ દરમ્યાન અને તે પછી તેના મન, અંતર અને બુદ્ધિમાં જે જે જાતના ફેરફારો થાય, તેના અભ્યાસ કરે એટલે તેને સમજાશે કે, સાચું જીવન કર્યુ? ભાગ અને રાગમાગે વીતે તે, કે તપ અને ત્યાગમાગે ખીલે તે ?
પર્વાધિરાજ પર્યુષણ પરૂપી દીવડા જે શાસનને અજવાળે છે, તે શાસનના શણગારરૂપ જૈનાને અજ્ઞાન, ગરીબી કે ક ગાલિયતમાં રખડવાનુ` હોય જ શા માટે ?