________________
આ જગતમાં ધર્મની મુખ્ય જરૂર એટલા માટે જ છે. જગતમાં મરણ ન હતા તે ધર્મની જરૂર કદાચ ન રહેત.. જીવને માટે જગતમાં સુખનાં અનેક સાધને છે. તેમજ દુઃખમાંથી છોડાવનાર પણ અનેક સાધને મળી શકે છે. પરંતુ, અનંત મરણેમાંથી છોડાવનાર ધર્મ સિવાય બીજી કઈ પણ વસ્તુ નથી. ધર્મ એક એવી વસ્તુ છે કે તે અદશ્ય રીતે અનંત મરણેની પરંપરામાંથી છોડાવીને જીવને અમર બનાવે છે, ધર્મની બીજા કેઈપણ કારણે જરૂર ન હોય, તે પણ અમર થવાને તે ધર્મ વિના ચાલશે જ નહીં. ધર્મ અને ધર્મના સાધનોની જરૂરીઆત દુનિયાદારીના કઈ પણ સંજે માટે ન નક્કી થતી હોય, તે પણ આ આત્માના અનાદિ અનંતકાળના મહા જીવનની દ્રષ્ટિએ અનંત મરણમાંથી છૂટવાને ધર્મની અનિવાર્ય જરૂર છે. માટે દરેકે દરેક ક્ષણે, દરરોજ, દરેક મહિને, અને એકંદર આખી જીંદગી એટલે વખત મળે, તેટલે વખત, અને જેટલી શક્તિ હોય, તેટલો શકિતને ઉપગ કરીને અવશ્ય ધર્મ કરવું જોઈએ, એ આ ઉપદેશનો સાર છે. જગતના દરેક માણસે સમજી રાખવું જોઈએ કે જન્મ-મરણની પરંપરામાંથી છેડાવનાર જૈનધર્મ જેવી શક્તિ બીજા કોઈપણ ધર્મમાં નથી, કેમકે–તેઓની પાસે તેને લાયકનાં સાધને નથી. ૪૪.
( શિક્ષકે એ ગાથામાં આપવામાં આવેલો ધર્મની જરૂરીઆત માટે ઉપર જે સમજાવવામાં આવેલું છે, તે બરાબર ઠસાવવું) "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org