________________
૧૩૦
ક્રમ જળ, સ્થળ અને ખેચરમાં પણ જોવામાં આવે છે. લગભગ પાણી નીચી જમીનમાં ખાડામાં રહે છે, પક્ષીઓ ઊંચે ઊડે છે, અને સ્થળચરે વચ્ચે સ્થળમાં રહે છે. શાસ્ત્રકારની પૂર્વાનુક્રમ, પચ્યાનુક્રમ, અનંતર ક્રમ, પરંપરાક્રમ: એમ જુદા જુદા આશયથી અનેક રીતે વર્ણન કરવાની શૈલી હોય છે. તે સૂક્ષ્મ બુદ્ધિથી સમજી શકાય છે, તથા, કઈ વખત છંદ રચવાની સગવડ ઉપરાંત કમ ભેદે કરવાના બીજ પણ જુદા જુદા આશય હોય છે.
૨. શ્રી ઠાણુગ સૂત્રમાં પાંચ સ્થાવરોના નામ અનુક્રમે ૧ ઈસ્થાવરકાય, ૨ બ્રહ્મસ્થાવરકાય, ૩ શિક્ષસ્થાવરકાય, ૪ સંમતિ સ્થાવરકાય, પ પ્રજાપતિ સ્થાવરકાય આપ્યા છે. નક્ષત્ર, દિશાઓ વિગેરેના જેમ જુદા જુદા દેવ સ્વામી તરીકે ગણાય છે, તેમ અહીં પણ લોકપ્રસિદ્ધિથી ઈન્દ્રાદિકને સ્વામીપણે ગણીને પૃથ્વીકાયાદિકના ઉપરના નામ શાસ્ત્રમાં વર્ણવ્યાં હોય તેમ જણાય છે.
૩. હાલના પ્રાણશાસ્ત્રમાં–આંચળવાળા, કડવાળા, પાંખોવાળા, ઈંડાં મૂકનાર, બચ્ચાં જણનાર એવા ક્રમથી જગતમાં જોવામાં આવતા પ્રાણીમાત્રનું પૃથક્કરણ એકાદ રીતે કરવામાં આવ્યું છે. જ્યારે જૈનશાસ્ત્રમાં પ્રાણીવિજ્ઞાન-જવસ્વરૂપ અનેક દષ્ટિબિન્દુઓથી પૃથક્કરણે કરીને સમજાવવામાં આવ્યું છે:
શ્રી જિન પ્રભુત વનને વિચાર કરીને સ્થવિર ભગવંત જીવાજીવાભિગમ સૂત્રમાં નીચે પ્રમાણે બતાવે છે. ૧ છ બે પ્રકારે છે– મુક્ત અને સંસારી. ૧ સંસારી જી ૨ પ્રકારે છે–ત્રસ અને સ્થાવર. સ્થાવર ૩ પ્રકારે પૃથ્વીકાય, અખાય, વનસ્પતિકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org