________________
૧૩૫
વિજળી– વિજળી સચિત્ત માનવી કે અચિત્ત માનવી? એ પ્રશ્ન છે. આ ગાથામાં વિજુ શબ્દ ઉપરથી સચિત્ત હોવાનું સ્પષ્ટ જ છે. તેમજ “વિજ-દીવતણી ઉજેહી હુઈ એ વાત અતિચારમાં આવે છે. એટલે સામાયિકમાં રહેલ ગૃહસ્થ કે મુનિ ઉપર દીવા કે વીજળી વગેરે પ્રકાશ પડે, ત્યારે જે યતના ન રાખે, તે વિરાધક થાય છે. કેમકે–તે સચિત્ત હોવાથી તેની હિંસાની યતનામાં અનુપયેગવંત થવાથી વિરાધના થાય, આ દૃષ્ટિથી વિજળી જૈન શાસ્ત્રકારોને સચિત્ત હેવાની સમ્મત છે.
પરંતુ આજે મશીનથી ઉત્પન્ન કરવામાં આવતી વિજળીને ઉપગ દીવા, પંખા વિગેરેમાં થાય છે. એ વિજળી સચિત્ત છે? કે અચિત્ત છે ? એ પ્રશ્ન આજે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.
કેટલાક એમ કહે છે, કે–“દીવા કરવાના ઉપયોગમાં લેવાતી હાલની વિજળી અચિત્ત છે, કેમકે–એક પેટીમાંથી પવન કાઢી લઈ આપણે તેમાં દીવો મૂકીશું, તો તે તરત ઓલવાઈ જશે. કારણ કેદીવાને-અગ્નિને–પવનની જરૂર પડે છે. પવન વિના જેમ માણસ વગેરે જેવો છવી શકતા નથી, તેમ પવન વિના અગ્નિ પણ જીવી શકે નહીં. માટે પવન હોય તો જ જીવે છે. (આથી અગ્નિમાં જીવ હોવાની એક વધુ સાબિતી પ્રાપ્ત થાય છે.)
વીજળીના દીવા જે કાચના જ ગોળા ( બ)માં થાય છે, તેમાંથી પવન કાઢી લઈ તેને ખાલી કરવા પડે છે. એ રીતે ખાલી કરેલા સ્લેબમાં જ વિજળીને દીવે સળગી શકે છે. જો પવન ખાલી કરવામાં ન આવ્યું હોય, તે–વીજળીને દીવો સળગી શકતો નથી. આમાં કાંઈ કલ્પના જેવું યે નથી. હાલને સાઈન્ટીસ્ટ સંચાઓની સહાયથી આ પ્રયોગ પ્રત્યક્ષ દેખાડી શકે છે. એટલે–દીવાની વીજળી કૃત્રિમ રીતે બનાવેલ છે. માટે તે અચિત્ત છે. બધી વીજળી અચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org